SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७ મુસલમાન સમય 'The Prince of Cambay's daily food Is asp, and basilisk and toad.' એ લીટીઓ કવિ સેમ્યુઅલ બટલરના Hudibras નામના કાવ્યમાં ગૂજરાતને ખંભાત નામથી ઉદ્દેશીને લખાએલી છે.૩૪ બહાદુરશાહના મરણ પછી ગૂજરાતમાં ત્રણ નામના બાદશાહો થયા. એમના અમલમાં ગુજરાત સાથે ખંભાતની પણ પડતી થઈ. ખંભાતના અખાતને ઉપરનો ભાગ હવે પુરાવા માંડ્યો હતો અને મેટાં વહાણો ઘોઘા સુધી આવી શકતાં હતાં. અકબર બાદશાહે ગૂજરાત જીત્યું ત્યાં સુધી ગુજરાત દેશ અમીરેએ વહેંચી લીધું અને બાદશાહી નામની રહી. ખંભાત એ વખતે સૈયદ મુબારક બુખારીના ભાગમાં આવ્યું. આ ચાલીસ વર્ષના ગાળામાં ગૂજરાતમાં એટલી અવ્યવસ્થા હતી કે એના જિલ્લાઓ જે જે અમીરો સત્તામાં આવતા તે પિતાની જાગીર ગૂજરાત સલ્તનતના અંત સમયની રિથતિ તરીકે વહેંચી લેતા. ઈ.સ. ૧૫૬ માં હઝરત સૈયદ મુબારક બુખારી લઢાઈમાં દેવલોક પામ્યા એટલે ખંભાતનો મુલક ગુજરાતના મુખ્ય અમીર ઇતમાદખાન ગૂજરાતીના હાથમાં આવ્યું. ઈતમદખાનને ચંગીઝખાન અને બીજા હબસી અમીર સાથે લઢાઈ ચાલ્યા કરતી હતી. એના પરિણામે ઇતમાદખાન સુલતાન મુઝફફરને લઈને મોડાસે નાસી ગયો; અને સાબરમતીને ઉત્તર ભાગ શેરખાન કુલદીએ અને દક્ષિણ ભાગ ચંગીઝખાને વહેંચી લીધો. આ વહેંચણીમાં પ્રભાત મુલક ચંગીઝખાનના હાથમાં આવ્યો. આ વિજયની ખુશાલીમાં ચંગીઝખાને ખંભાત બીજલીખાન હબસીને આપ્યું. પરંતુ થોડા સમય પછી ભરૂચથી પિતાની મા વિજયની મુબારકબાદી આપવા આવી એટલે બીજલીખાન પાસેથી લઈ લઈને પિતાની માતાને જાગીરમાં આપ્યું.૩૮ આનું વેર બીજલીખાને સખ્ત રીતે વાળ્યું. ચંગીઝખાનને કપટથી કતલ કર્યો. આ વખતે ગૂજરાતમાં હબસીઓની સત્તા વધી ગઈ. હબસીઓએ ખંભાત વગેરે ઈતિમાદખાનને પાછાં આપ્યાં પણ ખરી સત્તા એમની જ હતી.૪૦ અકબર ખંભાતમાં ઈ.સ. ૧૫૭૩થી ખંભાત મહાન અકબર બાદશાહની સત્તામાં આવ્યું. પરંતુ એ સત્તા થોડાં વરસ 3x Butler's Hudibras Part II Canto I ૩૫ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૩૯૮. ૩૬ Bom. Gaz. VI P. 218. ૩૭ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૪૩૧ અને ૪૩૭ ૩૮ એ જ પૃ. ૪૩૮. ૩૯ એ જ પૃ. ૪૩૯, બીજલીખાને ચંગીઝખાનને અમદાવાદમાં ભદ્રના કિલ્લાની આગળના મેદાનમાં ચગાન” (પલો)ની રમત રમવા બોલાવ્યા, અને જુઝારખાન હબસીને સાધીને મેદાનમાં ફરહત ઉમુલકની મરિજદ આગળ કતલ કર્યો. આ બનાવ ઈ.સ. ૧૫૭૨માં બ. ૪૦ મિરાતે સિકંદરી ગુ. ભા. પૃ. ૪૪૦. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy