SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. અભિધાન મળતો નથી. કર્ણાવતી નામ કર્ણદેવ રાજાના ટૂંકા નિવાસને લીધે પડયું હોય કે અમરાવતીને બદલે ભૂલથી ઉમેરાયું હોય એને નિર્ણય થઈ શકતો નથી. પરંતુ કર્ણાવતી એ અમદાવાદ પાસેના આશાવળનું કર્ણદેવે ફેરવેલું નામ છે એ વાત સિદ્ધ થએલી છે, એટલે કર્ણાવતી ખંભાતનું નામ ભૂલથી જ મનાએલું છે અને તે અમરાવતીને બદલે લખાયું લાગે છે. અમરાવતી નામ ખંભાતની તે સમયની શોભાને લઈને હેવું જોઈએ. પાપવતી નામ માટે કાંઈ ખુલાસે મળતું નથી. બાળા વેપારને લીધે વેપારીઓ અસત્યાદિ પાપ સામાન્યરીતે કરે એવી માન્યતાને લીધે વેપારથી વિમુખ રહેલા લેકેએ એ નામ આપ્યું હોય એમ સંભવે. ખંભાતના અખાતમાં પાપિકે ૧૯ (Papike) નામનું સ્થળ ગ્રીક લેખકે ઈ.સ.ની બીજી સદીમાં લખે છે. એના વર્ણન ઉપરથી ટીકાકારે એને ગોપનાથ કહે છે. આ સિવાય “પાપ” શબ્દને સમાવેશ કરનારું કોઈ નામ ગૂજરાતની ભૂગોળમાં જડતું નથી. આ પિકે ગેપનાથ જ હોય એવું કે ચોક્કસ સિદ્ધ થયું નથી, પરંતુ વર્ણન ઉપરથી તેને ખંભાતને સ્થળે લવાય એમ નથી. કદાચ અખાતને કિનારે ખંભાત સાથે ઘોઘાની પેઠે નિકટને વ્યાવહારિક સંબંધ ધરાવતું કોઈ બંદર હેય. લીલાવતી નામ માટે પણ જૈન કવિના લખાણ સિવાય બીજી હકીકત મળતી નથી. ટૂંકમાં આ બધાં નામે માટે નિર્ણય થઈ શકે એવા આધાર મળતા નથી. અને એ નામોવાળાં ગામ ખંભાતની આસપાસ ખંભાત સાથે કોઈ જાતને સંબંધ ધરાવતાં ગામો હાઈ પાછળથી તેમનાં નામે ખંભાતને લગાડાયાં હોય એમ પણ મનાય. આમાં એક ભગવતી નામ એવું છે કે જેને માટે પરંપરાનું અન્વેષણ કરવામાં અનુમાનને અવકાશ છે.૨૦ પરંતુ એ સંદિગ્ધ વિષય હોવાથી પૈરાણિક ભૂળના પ્રકરણના પરિશિષ્ટમાં એની ચર્ચા કરીશું. મહીનગર નગર હવે મહીનગર અને સ્તંભતીર્થ એ બે નામને વિચાર કરવાનું રહ્યું. મહીનગર નામ સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઘણીવાર આવે છે. એ નગર નારદમુનિએ વસાવ્યું એમ લખે છે. અંતે નગર શબ્દ લગાડેલાં શહેરે પ્રસિદ્ધ હોય તે તેમને એકલું “નગર” કહેવાના દાખલા ઘણા મળે છે એટલે મહીનગર લોકોમાં એકલું “નગર” કે “નગરક એ નામથી પ્રસિદ્ધિ પામ્યું એમ જણાય છે. એ શહેર ૧૮ અમરાવતી પાપવતી, અને બાધવતી નામ કર્નલ ટૉડે પોતાના Western India નામના પુસ્તકમાં આપેલાં છે, દંતકથા સિવાય તે માટે કાંઈ આધાર નથી. વાઘવતી નામ મનાય નહિ એવું લાગે છે એટલે ટોડે ભાગવતીનું બાઘવતી સમજી લખ્યું હોય. ૧૯ The Periplus of the Erythrean Sea (Oxford) p. 98 અને મુંબઈ ગેઝેટીઅર ભા૧, ૫.૫૪૪. ૨૦ જુઓ કભદાસકૃત ભરતબાહુબલિ રાસ: “ઈસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ; ચંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિર્યો. ભેગાવતી પિણ હય, નગર લીલાવતી જોય; કર્ણાવતી પિણ જાણું, ગઢમઢ મંદિર વખાણું.’ આનંદ કાવ્યમહોદધિમાંથી. ૨૧ ઘણા અધ્યાયમાં છે. ૪૮ અને ૪૯માં ખાસ છે. ૪૯માં નારદજીએ વસાવ્યું એવું લખ્યું છે. તીર્થ તરીકે મહીસાગર સંગમતીર્થ અને ગુપ્તતીર્થ અને નગર તરીકે મહીનગર અને સ્તંભતીર્થ વારંવાર આવે છે. કે. ખંડમાં તામ્રલિપ્ત કે તામ્રવતી નામ નથી, પણ નાગરખંડમાં છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy