SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન ૧૯ દક્ષિણે આવેલા આપણા તાપ્રલિપ્ત ખંભાતના જ ઉલ્લેખ કરે છે. પ્રાચીન પ્રાકૃત ચૂર્ણી ગ્રંથામાં ‘મહાઇ ટ્રીય પદ્માસ’વગેરે ગુજરાતનાં બંદરા ભેગું તાજિતિને ઉલ્લેખ કરે છે અને જૈન સૂત્રેામાં ‘નરુવટન મહાઇ તાજિત્તિ માર્' ઇત્યાદિ શબ્દોથી ભરૂચના સાન્નિધ્યથી ખંભાત વ્યક્ત થાય છે. ભરૂચ દીવ અને પહાસ–પ્રભાસના સહચર્યથી પણ ખંભાત જ ઉદ્દિષ્ટ છે. ૧૬ હવે એથી વધારે સપ્રમાણ પુરાવા જોઇએ. શ્રી જિનપ્રભસૂરિના પ્રમાવવન્તરિત્ર (સ. ૧૭૩૪)ના શ્રી હેમચંદ્રસૂરિપ્રબંધમાં આ બાબત સ્પષ્ટ પુરાવા મળે છે. શ્રી હેમચંદ્રસૂરિએ સ્તંભતીર્થ——ખંભાતમાં દીક્ષા લીધી હતી એ તો જાણીતું છે. કેટલીક વિદ્યા ભણ્યા છતાં એમને વધુ જ્ઞાનની ઈચ્છા થવાથી કાશ્મીરવાસિની દેવીની (સરસ્વતીની) આરાધના કરવા ધાર્યું. એ વખતે પોતે ખંભાતમાં હતા. પ્રબંધકાર લખે છે કે એ માટે શ્રી સૂરિએ તામ્રજિપ્તિમાંથી પ્રસ્થાન કરી બહાર આવેલા રૈવતાવતાર—નેમિનાથના સ્થળમાં ઉતારા કર્યાં. ત્યાં રાત્રે જ દેવી પ્રસન્ન થઇ અને સૂરિને કાશ્મીર ન જવું પડયું. તેમજ સરના ચરિત્રમાં પૂર્વના તામ્રલિપ્ત કે પૂર્વમાં કોઈ સ્થળે જવા માટે કે બંગાળ જવા માટે ઉલ્લેખ નથી. આ પ્રસંગમાં એ પ્રબંધમાં શ્લાક ૩ર્મામાં સૂરિ ખંભાતમાં હતા તે માટે સ્તંમતીર્થ શબ્દ વાપર્યોં છે. અને તુરત બ્લેક ૯૧મામાં ત્યાંથી પ્રસ્થાન કરવા માટે તામ્રરુિપ્તિ શબ્દ વાપર્યાં છે.૧૭ એટલે ખંભાતનું તામ્રલિપ્ત નામ તે સમયે જાણીતું હતું એ સિદ્ધ થાય છે. સ્કંદપુરાણુ કામારિકાખંડ ઉપરાંત નાગરખંડમાં તારકાસુરના ઉલ્લેખા છે. તેમાં ૨૬૪મા અધ્યાયમાં તેનું નિવાસસ્થાન તામ્રવતીમાં છે એમ સ્પષ્ટ લખેલું છે, કામારિકાખંડમાં તે સ્તંભતીર્થ નામ જ છે. આ તાપ્રલિપ્ત નામ કેટલું પ્રાચીન છે તે સ્પષ્ટ થતું નથી. એ વિષય સંદિગ્ધ હેાવાથી સમયનિર્ણયની ચર્ચા પિરિશષ્ટમાં કરીશું. બીજાં નામ ખંભાતનાં બીજા નામેામાં જૈન લેખકે ભાગવતી, લીલાવતી અને કર્ણાવતી લખે છે, એમાં ભાગવતી અથવા ભેગાવતી નામ જૈન અને બીજા લેખકા પણ જણાવે છે. કર્નલ ટાંડ કર્ણાવતીને બદલે અમરાવતી લખે છે; અને બાઘવતી (વાઘવતી), પાપવતી એ એ નામ નવાં ઉમેરે છે. આ બાધવતી કદાચ ભાગવતીનું ભ્રષ્ટ રૂપ કર્યું હાય. ભાગવતી સિવાય આ નામેા માટે પરંપરાના કાંઈ પણ આધાર ૧૬ આ ચૂર્ણી ગ્રંથા ધણા પ્રાચીન છે. કેટલાક તેા નવમી સદીના કહેવાય છે અને ઘણા અપ્રસિદ્ધ છે. આ શ્રેણી ગ્રંથેાના ઉલ્લેખા મને ‘વીર નિર્વાણ સંવત આર જૈન કાલગણના’—નાગરી પ્રચારિી પત્રિકા—ના લેખક મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ લખી જણાન્યા છે. ૧૭ પ્રમાવવષત્રિ : (નિર્ણયસાગર) પૃ. ૨૯૮. આમાં ચાંગદેવ (હેમચંદ્રનું બાલ્યાવસ્થાનું નામ)ને શ્રી દેવચંદ્રસૂરિ માગી લે છે અને દીક્ષા માટે ખંભાત લાવે છેઃ તમારાય સ્તંમતોથૅ નમુ: શ્રી પાર્શ્વ મ‹િ / રૂ૨ | આ પાર્શ્વ મંદિર ખીજું છે. સ્તંભન પાર્શ્વનાથનું નહિ. પછી ચાંગદેવને દીક્ષા આપી સેામચંદ્ર નામ આપ્યાની વાત લખે છે. પછી ખંભાતથી ઊપડી કાશ્મીર ભણવા જવાની વાત આવે છેઃ—પ્રસ્થાન તામ્રણિયા: સ છદ્મવેશો રિવ્યયાત્ ॥ ૪૧ || તે પછી વાચાદેવી પ્રસન્ન થઈ અને સૂરિ સિદ્ધસારવત થયા એવું વર્ણન છે. ખંભાતની સામી બાજુએ આવેલા કાવી તીર્થના લેખમાં એક જ શ્લેાકમાં ખંભાતનાં સ્તંભતીર્થ અને તામ્રવતી નામ આપેલાં છે. એ ક્ષ્ાક લેખેાના પરિશિષ્ટમાં પાછળ આપેલું છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy