SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન ૧૭ તેજપાલના સમય (તેરમી સદી) સુધી આ સ્તંભનપુર શેઢી નદીને કિનારે જુદું નગર હતું અને એને ખંભાત સાથે સંબંધ નહેાતા.૭ વસ્તુપાલના ગિરનારના લેખમાં સ્થંભતીર્થ વેલાકુલ અને સ્તંભનપુર એ જુદાં સ્પષ્ટ રીતે આપેલાં છે. શેઢી નદીના ઉપરના સ્તંભનપુર અને સ્તંભતીર્થનાં પ્રાકૃત નામેા જુદાં આપેલાં છે. સ્તંભનપુરને ‘થંભણુપુર’ અને સ્તંભતીર્થને ‘ખંભનયરી’ કહે છે. સ્તંભનપાર્શ્વનાથને પણ ‘થાભા પારસનાથ’ કહે છે. આ સ્તંભનપુર અથવા થંભણુપુર તે શેઢી નદીને કિનારે હાલ ભગ્નાવશેષ દશામાં ઠાસરાથી થેાડે દૂર આવેલું છે, અને આજે પણ તેને થામણા કહે છે. અઢારમી સદીના મધ્ય ભાગ સુધી એ ઠંક દશામાં હતું. ૯ સ્તંભનપુરથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ખંભાત આવી આ સ્તંભનપુરમાંથી શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા ક્યારે સ્તંભતીર્થમાં આવી તે વિચારવાની ખાસ જરૂર છે. વિક્રમની પંદરમી સદીની શરૂઆત પહેલાંના ગ્રંથમાં આ સ્થંભનપુરને ખંભાતથી ભિન્ન ગણવામાં આવતું. તે પછીના ગ્રંથેામાં ખંભાત માટે સ્તંભતીર્થ અને સ્તંભનપુર એમ બે નામ વપરાવા માંડયાં. પ્રબંધચિંતામણિના કર્તા મેજીંચાર્યે શ્રી Ńમનાચરિત્ર નામના ગ્રંથ રચેલો છે. એ ગ્રંથ હાલ અપ્રસિદ્ધ અને અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એમાં આચાર્યં લખે છે કે સં. ૧૨૬૮ વર્ષે ૨ વિષે શ્રી હંમતીર્થે સમાચાત્ વિ. સં. ૧૭૬૮ (ઈ. સ. ૧૩૧૨-૧૩) આ બિબસ્તંભન પાર્શ્વનાથના બિંબને—સ્તંભતીર્થ (ખંભાત) લાવ્યા.૧૦ એ જ આચાર્યે પોતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં સ્તંભન પાર્શ્વનાથનું ધામ શેઢી નદીને કિનારે સ્તબનપુરમાં છે એમ સ્પષ્ટ લખેલું છે. એટલે સ્તંભનપુર ૭ જુઓ પ્રબંધચિંતામણિ; રામચંદ્ર દીનાનાથ સંપાન્તિ પૃ. ૭૧૦-૧૧- ‘મેકીતટિન્યાસ્તટે’વગેરે.તીર્થકલ્પ, બંગાળ આવૃત્તિઃ પૃ. ૪૪. પાર્શ્વનાથ કલ્પઃ શ્રી પાર્શ્વનાથની ત્રણ પ્રતિમા હતી તેમાંની ત્રીજી સ્તંભનપુરમાંઃ તૃતીયા થંમળપુમિ વત્તા સેન્દ્રીતટ નરપાસવળે ! એ રીતે શેઢીને તટે પલારાના વન પાસેના ઉલ્લેખ છે. માવષત્રિમાં-અભયદેવપ્રબંધમાં શ્લો. ૧૪૨, ૧૪૪ અને ૧૫૦ જુઓ: Ńમન મે સેટિા તટિની તટે || વગેરે. પ્રભા, ચરિત્ર ચાદમી સદીનું છે. ગ્રામ શબ્દ ઉપરથી સ્તંભનપુર તે સમયે બહુ મોટું નગર જેવું નહિ હોય, પ્રબંધ વિંશતિ સેકી નવીતીરે પાર્ષદો સ: ાંમિતઃ । Ńમન નામ તત્તીય પ્રથૈ ! Óમનપુર નામ પુરં ચ ॥ એમ સ્તંભનક અને સ્તંભનપુર એ ઉલ્લેખ તીર્થ અને પુરને ઉદ્દેશીને છે. તે સ્તંભતીર્થ-ખભાતને ભિન્ન સિદ્ધ કરે છે. 2 થંભણુપુર એ પ્રાકૃત નામના આધાર પાછળ આપ્યા. ખભનયરી એ ખંભાતને માટે પ્રાકૃત પ્રયાગ છે તે માટે જીએ સમર/પુ, પ્રાચીન યુગેર બાન્ય, વડોદરા આવીએન્ટલ સીરીઝ, ૯ ઠાસરા તાલુકામાં આવેલું થામણા ગામ એ જ સ્તંભનપુર છે, એ શેઢીને કિનારે છે અને ઘણું પ્રાચીન છે. ત્યાં પલાશ-ખાખરાનું વન પણુ હતું. આ વાતનું જૈનાચાર્ય ઇતિહાસ તત્ત્વજ્ઞ શ્રી કલ્યાણુવિજયજીએ પણ પદ્વારા સમર્થન કરેલું છે. થામણા ગામના ઉલ્લેખ મીરાતે અહમદીમાં આવે છે. અઢારમી સદીના અંત સુધી ત્યાં ખાશાહી થાણું હતુ.... ૧૦ જીઓ પ્રાચીન જૈન જૈલ સંદ્ મા. ૨; મુનિશ્રી જિનવિજયજી સંપાદિત-ગિરનારલેખ નં. ૩૮એ ને તે ઉપરની નોંધ. શ્રી જિનવિજયજીએ પાટણુ ભંડારમાં ઉપરોક્ત ગ્રન્થ જોઇ આ ખાત્રી કરેલી છે. થામણા-થાંભણા. એ થંભણુયનું હાલનું ગુજરાતી રૂપ છે; અને એ સ્તંભનકનું પ્રાકૃત રૂપ છે. અભયદેવ સૂરિએ ‘ગૃતિ હુઅણુ’ આદિ શબ્દાથી જે સ્તવન રચેલું છે તેમાં પાર્શ્વનાથને ‘થંભણુ પુરશ્ન' એટલે Ńમનરસ્થિત એમ લખેલું છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy