SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ પરિશિષ્ટ ૩ જ્યાં હાટકેશ્વરને ઉલેખ છે ત્યાં ત્યાં પાતાલ ભૂમિની અંદર છે અને વિવરમાં કે વ૯મીકમાં થઈને એમાં જવાનો રસ્તો છે એમ કહેવાનું પુરાણકાર ચૂકતા નથી. ૩૩ તેમ છતાં પણ ખરી વાત તેમનાથી ઢાંકી શકાતી નથી. નાગરખંડના પહેલા જ અધ્યાયમાં લિંગપૂજાની ઉપત્તિ કહેતાં બ્રહ્માએ સ્થાપેલું હાટકેશ્વરનું લિંગ આનર્ત દેશના તાપસોના અરણ્યમાં પ્રથમ પડયું અને પાતાલમાં ગયું એમ વર્ણન છે.૩૪ તે પછી ચોથા અધ્યાયમાં ત્રિશંકુને ચાંડાલત્વથી મુક્ત કરવા આબુ પર્વત ઉપર ગએલા વિશ્વામિત્રને માર્કંડેય મુનિએ જ આબુથી નૈઋત્ય દિશામાં આવેલા હાટકેશ્વરક્ષેત્રમાં જવા કહ્યું અને ત્યાં દેવમાર્ગે પાતાલમાં જઈ પાતાલગંગામાં સ્નાન કરી હાટકેશ્વરદર્શનથી તેનો ઉદ્ધાર થ.૩૫ આ વનમાં હાટકેશ્વરક્ષેત્ર આબુથી નૈઋત્યે સ્પષ્ટ કહેવા છતાં દેવમાર્ગ કહીને પૌરાણિક રૂપ આપવા યત્ન થયો છે. આઠમા અધ્યાયમાં તે હાટકેશ્વરદર્શનથી યજ્ઞયાગાદિ કર્યા વગર સ્વર્ગપ્રાપ્તિ થતાં દેવોને ચિંતા થઈ તેથી હાટકેશ્વરતીર્થને ઉછેદ કરવા ધાર્યું એમ કહી “ધરાતલેને બદલે સ્પષ્ટ રીતે “ધરાપૃષ્ઠ ૩૭ શબ્દ વાપર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આબુની તૈયે હાટકેશ્વરક્ષેત્ર એટલે પાતાલ હતું. વળ બ્રહ્માએ શિવલિંગના કુદરતી આકારે સુવર્ણનું લિંગ કર્યું અને તે પ્રથમ લિંગ હતું. એને ઉછેદ કરવા દેવોએ પ્રયત્ન કર્યો. આ બધાને અર્થે ઘણા પ્રાચીન કાળમાં લિંગપૂજાની શરૂતાતમાં વૈદિક બ્રાહ્મણો સાથે લિંગપૂજક શોનો–પાશુપતોનો વિગ્રહ અને વૈદિએ હાટકેશ્વરક્ષેત્રને નાશ ક૨, એટલે જ થાય છે. આ નાશ એ ક્ષેત્રનો બે વખત થએલો જણાય છે. ૩૮ લિંગપૂજા અને પાશુપત સંપ્રદાયને આદ્ય પ્રચાર ગુજરાતના કિનારા સાથે છે એ તો જાણીતી વાત છે. એટલે હાટકેશ્વરક્ષેત્ર આનર્ત દેશ અને પાતાલના એક ભાગનું તાદામ્ય સિદ્ધ થાય છે. ૩૩ . નાગર. અ. ૮-૧૧ અને લો. ૧૨૦-૨૧. ૩૪ લિંગપૂજાની ઉત્પત્તિનાં ત્રણ કારણોમાંનું આ એક કારણ છે, અને તે આનર્ત દેશમાં બન્યું છે. ખંભાતના કુંભતીર્થનામ અને લિંગપૂજાની ઉત્પત્તિને સંબંધ છે અને નર્મદાતટ અને કાયાવરોહણમાં પાશુપત મતને પ્રથમ સંચાર થયાનું પણ આગળ જોયું છે. એટલે પ્રથમ લિંગપૂજામાં હાટકેશ્વર લિંગ થયું એ સૂચક છે. બ્રહાએ | તતો હટકનાર વાદપિતાદ: | कृत्वालिंगं स्वयं तत्र स्थापयामास हर्षितः ॥ ६३ ॥ मयाह्याद्यं त्विदं लिंग हाटकेन विनिर्मितम् ॥ ख्यातिं यास्यति સર્વત્ર પતા શ્વરમ્ ૬૧. આમાં તદાકાર શબ્દ તો લિંગપૂજાને શિશ્નપૂના સાથેનો સંબંધ પણ વ્યક્ત કરે છે. નાગરખંડમાં અનેક જગ્યાએ હાટકેશ્વરક્ષેત્ર આનર્ત દેશમાં અને હાટકેશ્વર પાતાલમાં એમ લખી આખી વાતને પિરાણિક વેશ પહેરાવી વિવરમાં પેસવાની વાત કરે છે. પરંતુ એ વિધામાં હાટકેશ્વર અને તેમનું ક્ષેત્ર આનર્તમાં જ છે એ દેખાઈ આવ્યા વગર રહેતું નથી, ૩૫ એ જ અ. ૪થોતમાતાક્ષેત્રે વેશ્વર ફિતમાં અસ્તિ નવરચંદ્રિમાને ફેશે વાનર્તવંશ પર તે તત્ર રજિત ઢિાં ફુટેન કુત્તમૈઃ | ચત્તલંકીત્યંત ઢોરે પાતાલેશ્વરમ્ II કરૂ છે આ પિરાણિક રૂપ મળવા છતાં આનર્ત દેશ એ પાતાલ એમ બતાવે છે. હાટકનું લિંગ એ આવલિંગ હતું અથર્વવેદના કુંભને મૂળ લિંગપૂજા સાથેનો સંબંધ જોતાં કંબને હિરણ્યાસ કરેલ છે અને વેતસને અર્થ ૨૫ષ્ટ રીતે શિશ્ન કરેલો છે તે જોતાં આ આલિંગ હાટકેશ્વરને અને કુંભને સંબંધ હશે ? ૩૬ એ જ અધ્યાય ૮. . પપ થી ૫૯. ૩૭ એ જ અધ્યાય ૮. લો. ૧૮. તીર્થમેતરપરાકૃષ્ટ શ્વિર શિવમ્ . ૩૮ એ જ અધ્યાય ૮. ઈન્દ્ર બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા પ્રથમ પૂરેલું વિવર પાછું ઊઘડીને ત્યાં વ૯મીક થયો હતો. નાગ તે માગે આવતા, ત્યાંથી પાતાલમાં પિસીને હાટકેશ્વરદર્શનથી પાપમુક્ત થશે. અને તીર્થને આ મહિમા જોઈ એને ફરી પાંશુથી પૂરવા કહ્યું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy