SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ પરિશિષ્ટ ૩ છે. વિવર અથવા કાણાંનું તે પરંપરા લુપ્ત થયા પછી પાછળથી જ જેલું સ્પષ્ટ દેખાય છે, પરંતુ પાછું મારફતે પાતાલ જવાની પરંપરા સાચી જણાય છે. વેદકાલના નીચ્ય દેશ અથવા અધભુવનમાં સિંધુ અને સરસ્વતી દ્વારા વહાણોમાં જ જવાતું. સિંધુના મુખ પાસે આવેલું પાતાલનગર પ્રાચીન ભારતનું એક અગત્યનું બંદર હતું. એના ઉ૯લેખે ઈ.સ. પૂર્વે ત્રીજી સદી પહેલાંના મળે છે.૨૯ એટલે પાતાલનું ખરું નામ કોષકારો કહે છે તેમ અધભુવન-નીચ્ય પ્રદેશ હોવા છતાં એ પ્રદેશના કેન્દ્રરૂપ પાતાલ બંદર હોવાથી પાતાલને નામે એ બધે પ્રદેશ ઓળખાવા લાગે એમ જણાય છે. સિંધુનાં મુખનો આખો પ્રદેશ (delta) પણ પાતાલ કહેવાતો હતો. આ બધી પરંપરાઓ ધ્યાનમાં લેતાં અને પાતાલના સાત ભાગ એટલે અનિશ્ચિત મર્યાદા કલ્પેલી છે તે ધ્યાનમાં લેતાં સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ મૂળ પ્રથમ પાતાલમાં-અભુવનમાં ગણાતા હશે અને સર્વથી જૂના પુરાણાએ જ્યારે પ્રાચીન પરંપરાઓ ભેગી કરી નોંધી ત્યારે આ પ્રદેશ ઈશનના કિનારાથી હિંદના આખા પશ્ચિમ કિનારાને પાતાલમાં ગયો હશે એમ સમજાય છે.૩૦ વૈદિક સમયમાં અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને ઈરાનનો કેટલોક ભાગ પણું એક જ સમાન સંસ્કૃતિને હતો. એટલે સિંધુના મુખની પશ્ચિમે–અફઘાનિસ્તાન–બલુચિસ્તાન-ઈરાનને દક્ષિણ કિનારે પણ નીચ્ય પ્રદેશ ગણવાથી અનિશ્ચિત (Vague) રીતે પાતાલમાં ગણાઈ ગયે હશે. આ ઉપરાંત પાતાલની મર્યાદા અનિશ્ચિત હોવાથી અરબી સમુદ્રના નાશ પામેલા ટાપુઓ અને લક્ષદ્વીપ માલદ્વીપ પણ પાતાલના સામાન્ય નામમાં સમાવેશ થઈ શકે. ૩૧ સપના આંકડાને અર્થે મર્યાદાનું અનિશ્ચિતપણે એ ટલો જ કરવાનો છે. પાતાલ હાટકેશ્વર અને ગુજરાતને કિનારે હવે પાતાલના સ્થળનિર્ણય માટે બીજી અગત્યની બાબત તે હાટકેશ્વર. હાટકેશ્વરનું સ્થાન પાતાલમાં છે એમ પુરાણ કહે છે. સ્કંદપુરાણમાં તો નાગરખેડ નામનો આખો મોટો ખંડ હાટકેશ્વરક્ષેત્રના મહિમાને આપેલ છે. નાગરખંડનું આખું ચે વર્ણન હાટકેશ્વરક્ષેત્રને આનર્ત દેશ૩૨ સાથે જોડે છે. એટલે પાતાલ ભૂમિના ગર્ભમાં નહિ પણ પૃથ્વીના પટ પર છે એમ માનીએ તો હાટકેશ્વરક્ષેત્રના યોગને લીધે આનર્ત દેશ કે એને કોઈ ભાગ પાતાલમાં ગણતો હશે એમ સમજાય. નાગરખંડ અને બીજે પુરાણમાં જ્યાં એટલે કાણાં અથવા ગુફાના સ્વર્ગ કહે છે. ભાગવત એને પૃથ્વીની ગુફારૂપ સ્વર્ગો કહે છે. આ પ્રમાણે બિલ અને વિવરને પચય અભ્ર એટલે કાતર છે તે પણ સૂચક છે. સાબરમતી નદીનું નામ શ્વભ્રવતી છે અને એના વાંધાવાળા પ્રદે છે અને રુદ્રદામાં ક્ષત્રપના લેખમાં એણે એ ભ્ર દેશ જીત્યાનું લખ્યું છે. આ શ્વ દેશને વિવર પાતાલ આદિ સાથે સંબંધ હશે ? આગળની ચર્ચા ઉપરથી વાંચનાર સમજી લેશે. જોકે નક્કી કાંઈ કહેવાય તેવું નથી. ૨૯ આ ઉલ્લેખ આગળ નેટ ૧૮માં જોયા. ઍલેકઝાંડરનું આખું નૈકાસૈન્ય પાતાલ બંદરના વિશાળ ડક્કાઓમાં સમાઈ ગયું હતું. Meerindle's Ptolemy P. 147) વેપાર અને નૈકાસૈન્ય બનેની દૃષ્ટિએ એની ઉપગિતા એ સમયે હતી. એ સમયે એરિયન (Arrian) કહે છે કે પાતાલ એ ભાગમાં મોટામાં મોટું શહેર હતું. ૩૦ પાતાલ સિધુના મુખપ્રદેશમાં એટલે એની આસપાસ બધે કિનારે પાતાલ કહેવાય, એના સાત ભાગ ગમે તેમ કર્યો જણાય છે. અસુરેની ભૂમિ તરીકે પણ આ બધે ઇરાન સુધીને કિનારે પાતાલ કહી શકાય. વધારે અસુરોના લેખમાં ચર્ચા. ૩૧ ઉપર જણાવેલા મજમુદાર શાસ્ત્રીના નિર્ણયમાં ગભક્તિમતમાં લક્ષદ્વીપ માલીપને ગણે છે. આ દ્વીપ પ્રાચીન કાળમાં જોડાએલી ભૂમિ હોવાનું સંભવ છે. અરબી સમુદ્રમાં ગૂજરાત કાડીઆવાડ કચછના કિનારા પાસે પ્રાચીન કાળમાં બેટો હતા તે નાશ પામ્યાના ઉલ્લેખ મળે છે. ૩૨ ર્ક. નાગર. અ. ૧, ૪ વગેરે ઘા અધ્યાયમાં છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy