SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ પરિશિષ્ટ ? ઉત્તર પ્રદેશ સુધી વહાણ ચાલી શકે એવી હતી.૧૯ એ બન્નેની નાની મોટી સાત સાત શાખાઓને લીધે છેક ગાંધારથી યમુનાના તટપ્રદેશ સુધીનો વિશાળ પ્રદેશ મહાસાગર પારના દેશો સાથે સીધો અને સરળ વ્યવહાર રાખી શકતો.૨૦ સરસ્વતી નદી પશ્ચિમમાં સિંધુ અને પૂર્વમાં પારિયોત્ર (આરવલ્લી) પર્વતની હારમાળાને સમાંતર વહી ગુજરાતની સીમામાં સમુદ્રને મળતી. કચ્છના રણનો ઉપલો ભાગ જેમ સિંધુનાં મુખેથી વ્યાપ્ત હતો તેમ ખંભાતનો અખાત સરસ્વતીનું મુખ હતો એમ માનવાને કારણે છે. એક મત એવો છે કે સરસ્વતી પણ કચછના રણને જ મળતી. આ વિષયની ચર્ચા જુદા પરિશિષ્ટમાં કરી છે. આ બને નદીઓનાં મુખને ગુજરાતની સીમા સાથે નિકટનો સંબંધ હતો એ તો નિર્વિવાદ વાત છે. આ કારણથી અને અસરાના હાથમાં વેદ સમયનો જળવટનો આ વ્યવહાર હોવાથી ગૂજરાતનો કિનારે અસુર જાતિનાં પ્રબળ થાણથી ભરેલો હતો.૨૧ દેવાસુર સંગ્રામને કાળનિર્ણય વેદના સમયમાં ચદુ અણુઓ વગેરે જાતિઓ અને નાગ જાતિની જળ સાથે સંબંધ ધરાવતી શાખાને ગુજરાત સાથે ખાસ સંબંધ હતા.૨૨ દેવાસુર સંગ્રામ-આર્યો અને અસુરોના સંગ્રામમાં હારજીત બને પક્ષની થવા છતાં પરિણામે અસુરે હારતા આવ્યા, અને વખત જતાં ઉપર કહ્યું એવું જાતિઓનું મિશ્રણ શરૂ થયું તે અરસામાં છિન્નભિન્ન થએલી અસર જાતિના છુટા વ્યક્તિગત નેતાએ પંજાબ અને બ્રહ્માવર્તના પ્રદેશમાંથી નાસી દક્ષિણ અને પૂર્વ તરફ છુટા છુટા પિતાની સત્તા જાળવી રહ્યા હતા. ૨૩ આ ૧૯ આ બાબતની વિસ્તૃત ચર્ચા સરસ્વતીના પ્રવાહના પરિશિષ્ટમાં કરી છે. ૨૦ આપણી પ્રાચીન ભૂગોળને મહાર્ણવ તે અરબી સમુદ્ર, બંગાળી ઉપસાગર નહિ એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. અહીં પિરાણિક સપ્ત સમુદ્રોને અર્થ ગણવાનો નથી. પરંતુ સામાન્ય ભૂગોળનો અર્ણવ ગણવાને છે. અને તે પૃથ્વીની ભૂગોળ માટે નહિ પણ ભારતવર્ષની. એ રીતે વરાહમિહિરે ભારતની નૈઋત્યે મહાર્ણવને મૂકયો છે તે યથાર્થ છે. પ્રાચીન અસુરો વગેરે હિંદના વતનીઓનાં નૈયાન આ સમુદ્ર દ્વારા હતાં. મહાર્ણવ માટે જુઓ બૃહતસંહિતા ૧૪. ૨૧ Asura in India P.P. 84-86.Parghter. A.In. His. Tr, P. 304-1. આ બાબત વધુ ચર્ચા આગળ કરીશું. ૨૨ Asura in India: P. 54, P.P. 79-26. શ્રી બેનરજી શાસ્ત્રી યદુઓને નાગજાતિના કહે છે અને તે માટેના તેમના આધાર સબળ નથી, નાગજાતિ અસુરોમાં ખાસ આગળપડતી અને લડાયક જાતિ હતી, અસુરોનું અને નાગેનું વતન એક જ સાથે પાતાળમાં હતું વગેરે ધણી વિગતો પુરાણમાં અને વૈદિક સાહિત્યમાં એ બેના સંબંધ માટે મળે છે. અહિ એટલે નાગ એ શબ્દ અસુરે–દે માટે પણ વાપરેલો છે અને વૃત્રાસુરને અહિ કહેલો છે. પરંતુ યાદવને રપષ્ટ રીતે અસુરે ના નાગ નામના પિટ વિભાગના હેવાને વિશ્વસનીય ઉલ્લેખ મળતો નથી. યાદવો અસુર જાતિના હતા એટલે માત્ર સ્પષ્ટ થાય છે. બલદેવ શેષને અવતાર ગણાતા અને તેમના મરણ વખતે તેમના મુખમાંથી નાગ નીકળ્યો અને સમુદ્રમાં પિઠે એ વાતને કેટલું વજન આપવું તે શંકા છે. બલદેવનું મરણ કાડીઆવાડને કિનારે થયું એ ઐતિહાસિક વાત ગણી શકાય, ઐતિહાસિક નાગજાતિમાં કટક નાગ નર્મદાકિનારે વસતા હતા એટલું તો સ્પષ્ટ છે. ૨૩ Asura in India: P. 16.20. વેદ સમયમાં વૃત્ર, બલ, પુરુકુસ, રૌહિણ આદિ અસુરે વ્યક્તિગત (Individual) હતા એમ બેનરજી શાસ્ત્રીનું માનવું છે. કારણકે એમનાં કે પ્રસિદ્ધ કુળના ઉલ્લેખ નથી. વેદકાળના પાછલા ભાગમાં જતિએના મિશ્રણ વખતે પૃથુ, વૈન્ય, બલિ, ભગદત્ત, જરાસંધ, કંસ, રાવણ વગેરે ઘણા અસુરો ગણાવ્યા છે. મિ. બેનરજી શાસ્ત્રીનું માનવું એમ છે કે આર્યોએ જે મિશ્રણ ઉત્પન્ન કર્યું તેમાં સામા પડી લડયા તે આ વ્યક્તિગત અસુરે પાછળથી ભયંકર પ્રા. ચાતુધાન-Demonsના અર્થમાં ગણાયા, પૃ. ૭૭, એમના અંત માટે જુઓ પૃ. ૯૪, અસુરે અને આને ધાર્મિક ભેદ પણ હતો જ. એ લોક આર્યોની ક્રિયાઓ પાછળથી કઈ કઈ કરવા લાગ્યા. એમને કેમ ન કરનારા, અદેવયુ, અયન, અવ્રત વગેરે કહ્યા છે. પાછળના સંપ્રદાયવાળા પણ વિરૂદ્ધ મતવાળાને આમ દૈત્ય અસુરો ગણવા લાગ્યા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy