SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૨૦૧ આદિ પિટા જાતિઓ હતી. ૧૫ આ બધી જાતિઓ સિંધુના ઉપરના પ્રદેશથી સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ સુધી વસેલી હતી. આમાંની કેટલીક જાતિઓ સમુદ્ર અને નદીઓનાં નૌયાન માટે જાણીતી હતી. નાગ જાતિમાં બે ભેદ હતા. એક પર્વતવાસી અને બીજી જલવાસી. જલવાસી નાગ જાતિના હાથમાં અસુરોનું વહાણવટું હતું.૧૬ આ જાતિઓએ સિંધુ અને સરસ્વતીના કાંઠા ઉપર છેક મુખ સુધી, અને સમુદ્રના દ્વીપ ઉપર આધિપત્ય મેળવ્યું હતું. આ નૌયાનમાં છેક અજ્ઞાન હતા.૧૭ નદી અને સમુદ્રના વહાણવટાથી મળતા દ્રવ્ય અને વૈભવ પડાવી લેવા માટે થએલું વેર એ પણ આ સંગ્રામનું એક કારણું છે. એ વિભવના મૂળનું જ્ઞાન થતાં સમુદ્રનાં દ્વાર અને નદીએ કબજે લેવા માટે પણ આ સંગ્રામ થયા છે છે. સમુદ્રમંથનની પૌરાણિક કથા એ દરિયાઈ વેપારથી પ્રાપ્ત થએલી લક્ષમી અને તે લેવા દેવાસુર લડ્યા એ એતિહાસિક બીનાનું પૌરાણિક રૂપ છે.૧૮ પશ્ચિમ હિંદની નદીઓ અને અસુરે આ નદીઓના પ્રવાહ કબજે કરવાનાં યુદ્ધો વૈદિક સમયમાં ફક્ત સિંધુ સરસ્વતી અને એમની સખીએને લાગુ પડે છે. બીજી હિંદની ગંગા વગેરે મોટી નદીઓને તે સાથે સંબંધ નથી. આ બે નદીઓનાં મુખ એ સમયે હાલ છે ત્યાં નહિ પણ જુદી જ જગ્યાએ હતાં. સિંધુ નદી હાલ કચ્છના રણના ઉપલા ભાગમાં જયાં પૂર્વ સમુદ્ર હતો ત્યાં મળતી હતી. પશ્ચિમેત્તર હિંદની બધી નદીઓ મોટે ભાગે આ બે મહા નદીઓમાં પોતાનાં પાણી ઠલવતી. એ બને નદીઓ એમનાં મુખથી છેક પંજાબનાં મેદાનોના ૧૫ Asura in India: P. 96. પાઈટર, A. I. His. Tr. P. 290•91. પાર્જીટર પૃ. ૨૭૭માં રાક્ષસને દરિયાઈ પ્રજા કહે છે. પૃ. ૩૦૬-૮નું વર્ણન પણ નેધવા જેવું છે. અહીં પાછુટરે આપેલા આધારે જોવા. ૧૬ Asura in Indiaમાં નાગજાતિનું વર્ણન જુઓ. P.P. 92-98. સિધુ આદિ નદીઓ તેમજ પૂર્વની નદીઓ પણ અસુર નાગોને કબજે હતી. નાગતિ એ અસુરની મુખ્ય પેટાજાતિ હતી એ શ્રી બૅનરજી શાસ્ત્રીનું માનવું છે. નર્મદાકિનારે કર્કોટક નાગોના કુલના હાથમાં હતો. એમનું ભ્રમણ નદીઓના માર્ગથી થતું. પર્વતવાસી નાગો તક્ષક કુલના. શ્રી બૅનરજી શાસ્ત્રી જરાસંધ અને દ્વારકાના યાદવ નાગકુલના અસુરો હતા એમ માને છે પરંતુ એ માટે એમને આધાર મજબૂત નથી. પરંતુ તે અસુર તે હતા જ. qu Asura in India: P. 35. “Arya navigation of the sea is unknown, whereas Asuryans is very often connected with the river, આર્યોને સમુદ્રનું ભાન નહોતું એમ જે સામાન્ય અર્થમાં કહે છે તે ગોટાળે કરે છે. અસુરની વાત ધ્યાનમાં લેતા નથી. અસુરો પાસે નદીઓના રસ્તા હતા. (પૃ.૩૬). વેદમાં તુર્વસુ ચદુ કહ્યુ વગેરેના સંબંધ જલ સાથે છે. વધુ માટે હવે પછીના પરિશિષ્ટમાં જુએ. ૧૮ સમુદ્રમંથનની કથાને જુદા જુદા વિદ્વાનેએ જુદાં જુદાં રૂપ આપી અર્થ કરેલા છે. જેમાં તે કુદરતના દેખાવ સાથે એ કથાને સરખાવે છે. પરંતુ નવી શોધખોળથી વેદના અર્થ (સ્તુતિઓના બાદ કરતાં) નવી દષ્ટિથી કરવા પડશે એ વખત હવે પ્રાપ્ત થયો છે. વદમાં આર્ય અને અસુરોના જે સંગ્રામે આવે છે તે ઝીણવટથી વાંચતાં સમુદ્રમંથન એ દરિયાઈ વેપાર અને નાં કેન્દ્રો તથા માર્ગો હાથ કરવા માટે પોતાની સત્તા વધ્યા પછી આને એક ભારે પ્રયત્ન કહેવાય. લક્ષમી વગેરે રને સમદ્રમાંથી નીકળ્યાં અને તે માટે દેવો અને દે લડવા. મંથન ઘણાં વર્ષ ચાલ્યું. વાસુકિ નાગ વલેણાનું દોરડું–નેતબન્યો વગેરે વાતો લફમી પ્રાપ્ત કરવા માટેના દરિયાઈ માર્ગ, ખરી લક્ષમી દરિયાઈ વેપારથી થાય છે, એ માટે લાંબું યુદ્ધ વગેરેનું પિરાણિક સ્વરૂપ છે. અસુરનું નકખાતું નાગ જાતિના હાથમાં હતું. એમને રાજા વાસુકિ મંથનમાં દોરડું બન્યું એટલે એણે અગત્યને ભાગ લીધે એમ જ અર્થ છે. હાલનું (૧૯૧૪) મહાયુદ્ધ જેમ વેપાર વગેરે આર્થિક લાભ માટે હતું એમ દિકાળનું આ આર્થિક યુદ્ધ હતું. આપણા પૂર્વજો ધન માટે નહોતા લઢતા, બધા સાધુ હતા એમ માનવાને કારણ નથી. ' મનુષ્ય૨વભાવ દરેક કાળમાં સરખો જ હતા અને સરખે જ છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy