SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ એ ૧૮૩ ધ રેતાળ પ્રદેશમાં પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પૃથ્વીના પિતાની ધરી ઉપરના દૈનિક ભ્રમણને લીધે ધરતી જાય છે. આમ પંજાબની નદીઓના પ્રવાહ હાલ છે એવા પૂર્વે નહોતા. સિંધુ આદિ નદીઓ હાલ કરતાં ઘણી પૂર્વમાં વહેતી અને સિંધુ પોતાની શાખાઓ સાથે કચ્છના રણમાં મળતી.૩૫ બીઆસ નદી સ્વતંત્ર કચ્છના રણના સમુદ્રને મળતી.૩૬ સતલજ સરસ્વતીની કે બીઆસની શાખા હતી.૩૭ જમના સરસ્વતીને મળતી એમ માનવાને કારણુ છે. ૩૮ સિંધુ અને એની શાખાઓ, બીઆસ અને એની શાખાઓ હાલ છે તેનાથી ઘણી પૂર્વમાં વહેતી એટલે સરસ્વતીનો પ્રવાહ પણ હાલ મનાય છે ત્યાંથી પૂર્વમાં હતો. સરસ્વતી પુષ્કરમાં થઈને વહેતી એમ બધાં પુરાણે કહે છે, અને પુષ્ક૨ પ્રાચીન કાળથી અજમેરની પાસે છે એ સિદ્ધ થએલી વાત છે. એટલે ઉપરને સિદ્ધાંત માન્ય રાખીએ તો સરસ્વતી હિમાલયમાંથી ૩૫ એ જ પુ. ૧૬૮. મૅજર રેવટનું માનવું છે કે એક વખત સિધુ નદી હકરાની (ધઘર અથવા સરવતી) શાખા હતી. મિ. વહાઇટહેડ લખે છે કે ઍલેકઝાંડરના આવ્યા પછી સિંધુ અને ગંગાના પ્રવાહ અને મુખમાં ધણ ફેરફાર થયા છે. આ હકીકત ઘણી અગત્યની છે. જુઓ અમરનાથદાસ કn India and Jambu Island P. 12421. દાસ તો એટલે સુધી કહે છે કે હાલને સિંધુને પ્રવાહ તે પ્રાચીન કાબુલને પ્રવાહ છે. સિંધુ તો ધણુ પૂર્વમાં વહેતી. ૩૬ River Courses of the Punjab & Sind: Whithead (Ind. Ant. 1932. Sept). શ્રીયુત અમરનાથ દાસ બીઆસ (વેદની વિપાશા) સતલજ (વેદની તુદ્રી) જમના અને ભાગીરથી પાસે પાસે વહેવાનું લખે છે. એપલેનીસસ એફેઇસે બીઆસ મારફતે સમુદ્રમાં મુસાફરી કરી હતી અને એણે બીઆસના મુખ પાસે દરથી સિંધુનું મુખ જોયું હતું. એટલે બીઆસ અને સિંધુ કચ્છના રણને મળતી હોવી જોઈએ. રા. દાસ આ ઉલ્લેખમાં બીઆસની પાસે એ મુસાફરે કહેલી ભાગીરથીનો ઉલ્લેખ કરે છે તે જોકે સ્પષ્ટ કરેલો નથી પરંતુ એ પોતે જ લખે છે કે એ નદી સરસ્વતી દેવી જોઈ બેઓ ધારે છે કે બીઆસ સ્વતંત્ર દરિયાને ન મળતી હોય તે સરસ્વતીને મળતી હતી અને તેની મારફતે વહાણમાં જવાનું. પરંતુ બીઆસ રવતંત્ર સમુદ્રને મળતી એ પરંપરા વિચિત્ર રીતે તારીખે હાફીઝ અબ (Illiot IV) માં જળવાઈ રહી છે. એમાં “બીઆ નદીને “ખંભાતના રાજ્યમાં થઈને સમુદ્રમાં પડતી લખી છે અને જમનાને ગુજરાતમાં થઈ સમુદ્રમાં પડતી લખી છે. જમના સરરવતીને મળતી અને સરસ્વતી નાશ થયા પછી ગંગાને મળી એ આગળ ઈ. ઉપરોક્ત તવારીખમાં જમના ગુજરાતમાં આવતી એમ લખ્યું છે. 39 Whitehead:-River Courses of the Punjab & Sind. 'The Sutluj was a tributary of the Hakra' કલકત્તા રહયુમાં મિ. એડહામે તે હકરાને જ સતલજ ધારેલી છે. હકરા એ હાલની ઉત્તરની સરસ્વતીનું બીજું નામ છે તે જોયું છે. ૩૮ એ જ Hakra was fed by both Satlaj and Jumna.” મિ. વ્હાઈટહેડ લખે છે કે ખેતીવાડી ખાતાના મિ. નીકલસનના મત પ્રમાણે (૧૯૧૬) એમ સિદ્ધ થયું કે તાંગ નદીને માઈલ પહોળો પટ એ જમનાને જને પટ છે. આગળ જમના ચૌતાંગ મારફતે હકરાને મળતી એમ લખે છે. આ તાંગ (Chautang) એ વૈદિક દશદ્વતી નદી છે જે સરસ્વતીની શાખા હતી અને જેની અને સરસ્વતીની વચ્ચેનો ભાગ બ્રહમવર્ત કહેવાતો. એની પછી તરત જ જમના નદી આવે છે. જમના સરસવતીને મળતી તે માટે વધારામાં જુઓ. Oxford Survey of Br. Empire Asia P. 11. By Herberton and Howarth (Geology). રા. અમરનાથ દાસ લખે છે કે કૈલેમીના વખતમાં સરસ્વતીના ઉપલા અને નીચલા પ્રવાહ જુદા થઈ ગયા અને વચ્ચેનો ભાગ અંત:શીલાને નામે ઓળખાવા લાગ્યા જેને પુરાણેવિનશન અથવા સરસવતી ગુપ્ત થઈ એમ કહે છે. હકરાને સુકે મેટે પટ ભાવલપુર રાજ્યમાં થઈ બીકાનેરના રણમાં આવે છે. હકરા એટલે નીચી સપાટીનું રણ. આ ઉપરથી મીહરાન નદી (Eastern Nara) પંજાબની કઈ નદી હશે તે કહેવું મુશ્કેલ છે. કદાચ સિંધુની પશ્ચિમની શાખા હોય. આ નદી છેક પદરમી સદી સુધી હતી (જુઓ મેહેન જે ડેરે અને ઈન્ડસલી-સર જોન માલિત), તે હાલ નથી, એટલે એ નદી પણ લુપ્ત થઈ છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy