SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ પરિશિષ્ટ મા પાસે થઈ દક્ષિણમાં ઊતરે છે. બીજું રણ પાસેના ભાગમાંથી કાઠીઆવાડમાં સરસ્વતીને લઈ જવાનો રસ્તો ન જડવાથી પુરાણકા૨ એને ગુપ્ત કરી ઉડાવીને પ્રભાસ પાસે લઈ જાય છે. આથી એટલું પણ સ્પષ્ટ થાય છે કે સરસ્વતી કચ્છના રણથી આગળ દક્ષિણમાં કોઈ સ્થળે સમુદ્રને મળે છે અને એ સ્થળ કયું તેની પુરાણકારને ખબર નથી. પ્રાચીન પરંપરાને આધારે પુરાણકાર પ્રભાસ આગળ મુખ ધારે છે. નદીના પટમાં થએલો ફેરફાર આ વસ્તુ નક્કી કરવા માટે પારાણિક પરંપરાને વધુ ઝીણવટથી તપાસવાની જરૂર છે, અને તે સાથે પશ્ચિમ હિંદના રેતાળ પ્રદેશમાં થએલા ફેરફાર અને એ પ્રદેશમાં થઈને વહેતી નદીઓના પ્રવાહમાં થએલા ફેરફાર તપાસવાની પણ જરૂ૨ છે. એમાં પહેલી અગત્યની વાત એ છે કે સરસ્વતી વડવાનલને લઈને સમુદ્રમાં મૂકવા જાય છે અને એના તાપથી કોઈ જગ્યાએ ગુપ્ત થઈ જાય છે. આ વડવાનલ એ જવાલામુખીથી થએલા ઉત્પાતનું પૌરાણિક સ્વરૂપ છે. ૩૨ એથી સ્પષ્ટ થાય છે કે સરસ્વતીને પ્રવાહ નાશ પામવામાં જ્વાલામુખીના ભૂકંપ આદિ ઉત્પાત એ ઘણાં કારણોમાંનું એક અગત્યનું કારણ છે. પશ્ચિમ હિંદુ સ્તાન અને ગુજરાતના ભાગમાં વારંવાર ધરતીકંપ થતા અને તેથી જલ-સ્થલમાં ફેરફાર થઈ ગએલા એવા દાખલા છે.૩૩ આવાં કારણથી અને અતિવૃષ્ટિથી થતા જળપ્રલય જેવા બનાવોથી ખાસ કરીને રેતાળ પ્રદેશમાં નદીઓના પ્રવાહ ઉપર બહુ અસર થાય છે. પંજાબ, સિંધ, રાજપુતાના અને ગુજરાતની નદીઓના પ્રવાહમાં આ રીતે ઘણો ફેરફાર થએલો છે.૩૪ વધારામાં ઉત્તર ગોળાર્ધમાં ઉત્તરદક્ષિણ વહેતી નદીઓ ખાસ કરીને ૩૨ વડવાનલ એટલે જવાળામુખી એમ વિદ્યાનું માનવું છે. (જુઓ ન દે. મહેતાકત શાકત સંપ્રદાય). વડવાનલને પૃથ્વીના પડમાં કે સમુદ્રમાં રહેલો અગ્નિ કહે છે. એને આર્વાનલ પણ કહે છે. મહાભારતમાં પ્રભાસ આગળ અમિતીર્થ કહે છે અને પ્રભાસ પાસે સરસ્વતી સંગમની પરંપરા છે એટલે સારવતી વડવાગ્નિને લાવી સમુદ્રમાં નાખે છે એને કાંઈ સંબંધ હોવા જોઈએ. વરાહમિહિર હિંદુસ્તાનના દેશ ગણાવતાં નૈઋત્યમાં વડવામુખ આવેલું કહે છે. આ વડવામુખ પિરાણિક મત પ્રમાણે સમુદ્રમાં છેટે નહિ પણ ભારતવર્ષના દેશ તરીકે છે. એટલે સરસ્વતીના મુખ આગળ જતાં વડવાગ્નિને સમુદ્રમાં નાખ્યો તે ભાગ વડવામુખ પ્રદેશ કહેવાતો હોવો જોઈએ. પ્રભાસ પાસે અગ્નિતીર્થ એ વાતને ટેકો આપે છે. વડવા મુખ આખો પ્રદેશ એટલે પ્રભાસમાં જ નહિ પણ આસપાસનો ભાગ પણ હોઈ શકે. (વરાહમિહિર ખૂ. સં. નક્ષત્રકુર્મવિભાગ). વડવાનલ, ઔર્વાનલ અને એના પટરે કરેલા અર્થની ચર્ચા કરવાને અહીં સ્થાન નથી. એના અર્થોમાં પાછળથી ઘણી ગુંચવણ થએલી છે. ૩૩ સ્કંદપુરાણ નાગરખંડમાં. હાટકેશ્વર ક્ષેત્ર એટલે આનર્ત દેશમાં આવા ભૂકંપના ઉત્પાતના ઉલ્લેખ આવે છે. અ. ૭૧ શ્લો. ૨૩. ચા વૈ મૂમિપતું સંપ્રગતિઃ સુરા: | રઘુ: પ્રજિતઃ વથાનાતિતઃ આ બનાવ તારકાસુરને કંદે માર્યો ત્યારે તે પડયે તે વખતે બન્યું અને તે વખતે ચમત્કારપુરનાં ઘર પડી ગયાં એમ લખ્યું છે. વળી જુઓ Briggs Cities of Gujarastra VII. તારકાસુરને અને ખંભાતના સ્થળને સંબંધ આગળ જોય છે. 38 River Courses of the Punjab & Sind: R.B. Whitehead. (Ind. Ant. Sept. 1932) આ ગૃહર સરસ્વતીના પટ માટે “હકરા' નદીના નામથી ઠીક પ્રકાશ નાખે છે. આ નદીએના વિષયમાં મંજર રવર્તી આધારભૂત ગણાય છે. ઉપરોક્ત લેખમાં મી. હાઇહેડે નદીઓના પટના ફેરફાર માટે ઉત્તમ ચર્ચા કર્યા છતાં સરસ્વતી માટે પ્રાચીન પરંપરા ઉપર ધ્યાન ન આપવાથી બધા જેવી ભૂલ કરી છે, અને હાલની નદીઓની ચર્ચા કરી છે. સરવતીના ગુપ્ત થવાનું કારણ સરસ્ એટલે તળાવોવાળી નદી અને તળાવ ખેતી માટે કરેલાં તેથી એ નદી કદી સમુદ્રને પહોંચી જ નથી અને ગુપ્ત થઈ છે એમ લખે છે. પરંતુ ‘હકા” અગર એક એવી મોટી નદી અદશ્ય થઈ છે કે જેને કદાચ સિંધ પણ મળતી હોય અને પંજાબની બીજી નદીઓ અને જમના મળતી હતી એમ લખે છે. જે માટે લેખ વાંચવા જેવો છે. રેતાળ જમીનમાં નદીઓના પટ વીસથી ત્રીસ માઇલ પહોળાઈમાં ફેરફાર થાય છે એમ મેજર રેવનું માનવું છે. એ લખે છે કે સતલજ ત્રીસથી પાંસઠ માઈલ પશ્ચિમમાં ખસી છે. ચીનાબ રાવી વગેરેનું પણ એવી રીતે થયું છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy