SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ઉદ્યોગ-ધંધા-રોજગાર દુનિયાને કાપડ પૂરું પાડતું આ બંદર કાંઈક કાંઈક કાપડ ઉદ્યોગ જાળવી રહ્યું છે. પહેલાં પણ ચારે બાજુથી કાપડ ત્યાં ચડવા માટે આવતું. આજે અકુદરતી રેલ્વેના રસ્તા મૂકી જે ખંભાત બંદરથી અમદાવાદ વગેરેનું કાપડ ચડે તો દુનિયાને તો નહિ પણ હિંદના કેટલાક ભાગને કાપડ પૂરું પાડ્યાનું માન ખંભાત લઈ શકે. આજે દરબાર સાહેબની એક કાપડની મીલ ખંભાતમાં ચાલે છે. એને વહીવટ અમદાવાદના શેઠ ચીમનલાલ ગિરધરલાલ કરે છે. યુરોપમાં વખણાતા અને ઈરાનટક વગેરેની સાથે બેસે એવા ગલીચા ખંભાતમાં બન્યાના ઉલ્લેખ ઈ. સ. ૧૬૩૦ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખરીતામાં છે. ખંભાતમાં ગલીચાનાં કારખાનાં ગઈ સદીમાં ચાર હતાં.૨૫ ખંભાતના જરીભરતના કામના ઉલ્લેખ આગળ જોઈ ગયા છીએ; પરંતુ આ ઉદ્યોગ આજે નહિ જેવો છે. મીઠું પકવવાનો ઉદ્યોગ એક વખતે ખંભાતમાં સારો હતો. એમાંથી રાજ્યની આવકને છો ભાગ ઉત્પન્ન થતો. બે માઈલ લાંબા અને અરધો માઈલ પહોળા અગરમાં મીઠું થતું. એ મીઠું પકવવાનું બંધ થયા બાબત આગળ જોઈ ગયા છીએ. મિરાતે અહમદીને લેખક લખે છે કે ખંભાતમાં મોડ નામનું ઘાસ થતું તે મેળવીને સંચામાં મીઠું પકવતા. તેની મોટી પાટો થતી અને તે જમીનમાર્ગે તેમજ સમુદ્રમાર્ગે દૂરના દેશાવરમાં જતું. પરચુરણ ઉઘોગે બીજા પરચુરણ ઉદ્યોગે ખાસ નોંધવા જેવા આજે નથી. પરદેશી મુસાફરોના ઉલ્લેખોથી જણાય છે કે હિંદમાં કઈ જગ્યાએ જ્યારે કાગળ નહોતા બનતા ત્યારે ખંભાતમાં કાગળ બનવવાનો ઉદ્યોગ ચાલતો હતો. અમદાવાદમાં તો કાગળ ઘણા જૂના જમાનાથી તે છેક ગઈસદીના છેલ્લા પાદ સુધી સારા પ્રમાણમાં બનતા અને આજે પણ થોડા બને છે, એટલે ખંભાતમાં બનતા હોય તો નવાઈ નથી; અને પુરાણા કાળમાં અમદાવાદથી ખંભાત ભાર્ગે દેશાવર જતા હોય એમ પણ બને. આજે ખંભાતમાં ત્રણ દીવાસળીનાં કારખાનાં છે તે ઠીક ચાલે છે. ખંભાતમાં તાળાં સારાં મળે છે કે કેમ તે જાણ્યામાં નથી. “પ્રભાતી તાળું” એ કદી ન ઊઘડે એવા તાળા ઉપરથી ઘર સમૂળગું બંધ થાય તેને માટે by a BMW Hi 24112119:--(I) Neecanees Large, (2) Same small, (3) Challoes Blue of u vees, (4) Same Blue of 9 vees, (5) Bejutapants, (6) Chelloes Red 11 Vees, (7) Tapseils Large Broach, (8) Boral Chanders (211€??) (9) Guinea stuffs Red Cambay; (10) Same Blue Cambay of Chelloe Cheek; (11) Same Blue Cambay of Bejutapant Cheek; (12) Guinea stuffs Red Broach; (13) Chints Taffarack Naffermany; (14) Chints Ponabaguzze (72 પિણા બે ગઝ) (15) Chints Doorguzze (છીંટ દોઢ ગઇ) (16) Chints Caddy (છીંટ ખાદી) (17) Bejulapants Red stripped. (18) Byrampants Blue Cambay. ૨૫ Bom. Gaz. VI. 208. ૨૬ મિરાતે અહમદી ગુ. ભા. ૧, પૃ. ૩. મુંબઈના “ગુજરાતી” પત્રના પ્રસિદ્ધ સ્વર્ગરથ તંત્રી શ્રી. ઇચછારામ સૂર્યરામના વડવાઓ પાસે ભરૂચના કિનારાનો મીઠાને ઈજારો બાદશાહી સનદાથી હતો. પાછળથી ખંભાત મીઠાની બાબતમાં ભરૂચ તાબે હતું એટલે એના અગર એમના ઈજારામાં હશે, પણ તે ચોક્કસ કહી શકાતું નથી. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy