SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૯ હોવાને લીધે, ઘશિઓ પંચાયતના મતદારોએ અકીકીઆ પંચાયતમાં જોડાયા વગર અકીકીઆને બંધ કરવા માટે ઝઘડો ઉઠાવ્યો. પરંતુ અકીકીઆ જોરાવર હતા એટલે ઘશીઆઓ ફાવ્યા નહિ. ઘશીઆઓને કામ ન મળવાથી એ લેક ખંભાત છોડી ચાલ્યા ગયા હતા. વળી એ લોક વીંધારાનાં થોડાં કુટુંબ સાથે અમદાવાદ ગયા. ત્યાં પણ ફાવ્યા નહિ તેથી ખંભાત પાછા આવ્યા.૧૮ જ્યારે દરબારનું કામ કરવાનું હોય છે ત્યારે આ પંચાયતો બહુ ઉપયોગમાં આવે છે. દરબાર તરફથી જે જે વસ્તુઓની જરૂર હોય તે મુખ્ય પંચાયતના શેઠને કહેવામાં આવે છે. એ પંચાયતનો શેઠ દરેક પેટા વિભાગના શેઠિયાઓને દરબારને હુકમ જણાવે છે. જે કારીગરને એ કામ સોંપાય તેને એ કરવું પડે છે, અને પંચાયતનાં નાણાંમાંથી કારીગરને રૂા. ૫૦થી ૬ સુધી મળે છે. ૧૯ પંચાયતના નિયમોમાં ખાસ તો એ કે એક કારખાનાનો માણસ બીજા કારખાનાવાળો લઈ શકતો નથી. બીજા નિયમો અમુક દિવસો કારખાનાં બંધ રાખી રજા પાળવા માટેના છે, અને તે કુલ વધારેમાં વધારે બે માસ જેટલો થાય છે. પંચાયતના નિયમોનો ભંગ કરનારને રૂા. ૧થી રા દંડ થાય છે.૨૦ બીજા ઉદ્યોગે–કાપડ આ સિવાય ખંભાતમાં કાપડનો ઉદ્યોગ જાણીતો છે. હિંદના બીજા ભાગમાંથી ખંભાત મારફતે કાપડ ચડતું અને તેથી ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું. તે ઉપરાંત ખંભાત તળમાં પણ એ ઉદ્યોગ સારી રીતે હતો. છેક અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પણ ખંભાતની અરધી વસ્તી વણકરોની હતી અને ખંભાતના વણકરોને મુંબઈ લઈ જવાની વાત પણ થએલી. ખંભાતનું કાળું કાપડ આફ્રિકા, મોખા, ઝાંઝીબાર વગેરે સ્થળે પંકાતું. આમાં ત્રણ જાત છે. બદામી, ગરબી અને મંજુરી;૨૨ ગુલમાર અને ચાદર પણ બને છે તેમજ લૂંગી પણ વણાય છે. આ ઉદ્યોગ સાળવી અને કણબીના હાથમાં છે. ખંભાતમાં રેશમી કાપડ પણ થાય છે. ઈ.સ. ૧૮૮૬ના વિલાયતના મેટા પ્રદર્શનમાં ખંભાતની રેશમી બાંધણું વગેરે નમૂના ગયા હતા.૨૩ ઉપર ખંભાતમાં બનતા કાપડની જેોંધ લીધી છે તે તે માત્ર ઘસાતાં રહી ગએલો ધંધો છે. અઢારમી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કોઠીના પત્રોમાં માલની ખરીદીમાં ખંભાતમાં જે જે કાપડની જાતેનાં નામ લખ્યાં છે, તેમાંનું હાલ કાંઈ જણાતું નથી. એ નામના હાલના ગૂજરાતી શબ્દો પણ જડવા મુશ્કેલ છે. એમાં છીંટ મોટે ભાગે જણાય છે. ૨૪ આજે વીસમી સદીમાં, એક વખતે ૧૮ એ જ પૃ. ૨૦૫. ૧૯ એ જ પૃ. ૨૦૫. આ રીતે કારીગરને નુકસાન થતું નથી અને રાજી મળે છે. ગૂજરાતનાં ધણાં ચે અને મહાજનમાં રાજસત્તાનું કામ એ રીતે મહાજને કરી આપતાં અને વ્યક્તિગત કારીગરો પાસે સત્તા કઈ રીતે વેઠ કરાવી શકતી નહિ! ૨૦ એ જ પૃ. ૨૦૫. R? Bom. Govt. Rec. P. D. D. 13. 8 July 1801. રર સદીમાં આ જાતના પાંચ વાર લાંબા અને દોઢ વાર પનાના કપડાની કિંમત રૂા. ૩-૧૨-૦ હતી. ૨૩ Jour. of Ind. Art. May 1889. P. 117 ગેઝેટીઅરના લેખકે રેશમી બનાવટની નેંધ લીધી નથી. ૨૪ Bom. Govt. Records Dec. 1737 કાપડનાં નામાના ગુજરાતી શબ્દો બધા મળે તેમ નથી. કેઈને જડે તે માટે For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy