SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૧. પહેલાંના પ્રમાણમાં નહિ જેવું કહી શકાય. અકીકને ઉગ અકીકના સામાનનો ઉદ્યોગ એ ઘણું જૂના કાળથી આજ સુધી ખંભાતના મુખ્ય ઉદ્યોગ તરીકે ચાલુ રહ્યા છે. એને ઇતિહાસ રસમય છે. એટલે એને સવિસ્તર વર્ણવવાની જરૂર છે. આ સામાન ખંભાતના કિંમતી પથ્થરો'ને નામે ઓળખાય છે. એના મુખ્ય બે ભાગ છે. એક તો ખંભાતની આસપાસ ૧૨૦ માઈલ ફરતા ડુંગરાઓની ખાણોમાંથી નીકળી આવતે પથ્થર અને બીજે દેશાવરથી ખંભાતમાં આવીને ઘડવામાં લેવાતો પથ્થર. ગૂજરાતમાંથી નીકળતા પથ્થરોમાં મુખ્ય ધાર નામનો પથ્થર ખાણમાંથી નીકળે છે. એને સાફ કરી ઘડાયા પછી અકીક કહે છે. ભરૂચથી ચૌદ માઈલ ઉપર નર્મદા કિનારે રાજપીપળા રાજ્યની હદમાંથી આ પથ્થર નીકળે છે. નર્મદા કિનારે બાબા ઘોરી અગર બાબા અબાસની ટેકરી છે ત્યાંથી આ પથ્થર નીકળે છે. ટોલેમીએ લખેલે અકીકનો ડુંગર તે આ હશે એમ મનાય છે.? અકીકના ઉદ્યોગને ઇતિહાસ કેટલાક લેખકેનું એમ માનવું છે કે પ્રાચીન સમયમાં રોમન લોકો મુઈન (Murrhine) પથ્થરના પ્યાલા ઘણા પસંદ કરતા, તે ખંભાતના લીલા પથ્થરના પ્યાલા હતા. કહે છે કે એવા એક પ્યાલાની કિંમત સમ્રાટ નીરોએ પ૮૧રપ પડ (એ વખતે ૩૦૦ ટેલન્ટસ અને પ૮૧૨૫૦ રૂપિયા આપી હતી. કેટલાકનું માનવું એમ છે કે ટોલેમીએ સારડોનીકસ મેન્સ (Sardonyx Mons)નું નામ લખેલું છે તે રાજપીપળાની અકીકની ખાણ માટે છે. એની વિરુદ્ધ એમ પણ મનાય છે કે ટેલેમી (ઈ. સ. ૧૫૦) પછી પેરીલસને લેખક (ઈ. સ. ૨૪૭) કહે છે કે એના વખતમાં ભરૂચમાં આ પથ્થર દક્ષિણમાં “પ્લીથાન' (Plithan) પૈઠણ (પ્રતિષ્ઠાન)થી આવતા હતા, એટલે સારડોનીકસ રાજપીપળાને બદલે દૂરની કઈ જગ્યા હશે.* લેસન એને વૈર્ય કહે છે અને તે ખરું લાગે છે. ૨ Bom. Gaz. VI. 198-99. ૩ એ જ પૃ. ૨૦૫ અને નેટ ૨. ઈ. સ. ૭૭માં લીની લખે છે કે અકીકના પથ્થરમાં ધણા ગુણ છે. એનાથી વીંછી ઊતરે છે. એને દેખાવ આંખને પણ સારો લાગે છે અને માંમાં રાખીએ તે તૃષા છીપે છે. એમાં નદી, વન વગેરેના તરેહવાર દેખો નજરે પડે છે. ઈ. પૂર્વે ૪૮૪માં યુરોપીય ઇતિહાસનો પિતા હીરડોટસ લખે છે કે હિંદુસ્તાનથી આવતા અકીકની વીઓ બનતી હતી. બેબીલેનમાં એ વટીઓ દરેક જણ પહેરતા. ૪ આ પથ્થરે ગમે ત્યાંથી આવતા અને ગમે ત્યાં આવતા. તેને માટે પરદેશી લેખકેના મત ફક્ત માર્ગદર્શક તરીકે લેવાના છે. એમનાં લખાણ ઈ વાર સાંભળેલી બાબત ઉપરથી હેાય છે. ખાસ કરીને ટેલેમીનાં લખાણ જાતે જોઈને કરેલાં નથી બીજું, એ સમયમાં ભરૂચ બંદર તરીકે વધારે જાણીતું હતું એટલે ખંભાતને બદલે ભરૂચનું નામ જણાય છે. પિઠણનું નામ પણ મેટા શહેર તરીકે જ આવેલું જણાય છે. અકીકની ખાણો વિધ્ય અને સાતપુડાના ઘણા ભાગમાં પહેલાં નીકળતી હોય એમ માનવાનું કારણ છે એટલે લેસન એને વૈડૂર્ય કહે છે અને પશ્ચિમ હિંદને નર્મદાથી ગોકર્ણ સુધીને ભાગ એ નામે ઓળખાતે તે ખરું લાગે છે. ખરી રીતે મહાભારતમાં આપેલાં સ્થળો પ્રમાણે વિંધ્ય પર્વતને નર્મદાની નજીક ભાગ એટલે રાજપીપળાને ભાગ જ વૈર્ય પર્વત ગણાતિ. અને વૈર્યમણિ નીકળવાથી એ નામ પડયું હતું. એટલે આ બધાને અર્થ એટલો જ કે ગુજસતની સરહદ ઉપના પર્વતમાંથી આ પથરી નીકળતા અને ભરૂચ કે ખંભાત કે ખંભાતની જગ્યાએ જે બંદર આબાદ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy