SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ સ્થાપત્ય મુસલમાન સમયમાં અમદાવાદના સુલતાનોનો સમય સૌથી વધારે સમૃદ્ધ ગણાય છે. આ બંને સમયમાં ગુજરાતનું અને હિંદુસ્તાનનું મુખ્ય બંદર ખંભાત હતું. એ વખતના એશિયાના વેપારનું એ કેન્દ્ર હતું. એના હિંદુ અને મુસલમાન રાજકર્તાઓ બાંધકામના ખાસ શોખીન હતા. એના શ્રીમંતો પણ એ બાબતમાં રાજકર્તાઓથી કોઈ રીતે ઉતરે તેમ નહોતા. દેલવાડાનાં મંદિરે રાજાએ બંધાવેલાં નથી છતાં રાજઓએ બંધાવેલાં મંદિરોથી વધારે સુંદર અને મનહર છે. અમદાવાદની સુંદરમાં સુંદર મસ્જિદો રાજ્યાશ્રયથી બંધાઈ નથી. ખંભાતની મુખ્ય મસજિદ-ખંભાતના સ્થાપત્યનો અલંકાર–પણ ખંભાતના એક શ્રીમંતે બંધાવી છે. એ ગુજરાતની સમૃદ્ધિ, ગૌરવ અને સ્થાપત્ય તથા કલાના શેખનો મૂર્તિમંત દાખલો છે. નગરરચના ખંભાત શહેરના અનેક અવતાર થઈ ગયા છે તે આપણે ગયા પ્રકરણમાં જોયું. નગરાની જગ્યાએ આવેલા શહેરની રચના કેવી હશે અને ત્યાં કેવાં મકાને હશે એ જાણવા માટે તે હાલ કલ્પના સિવાય કાંઈ સાધન રહ્યું નથી. હાલનું શહેર હિંદુ સમયના પાછલા ભાગમાં વર્યુ હશે અને એ જ જગ્યાએ એનાં મકાનોને અનેક અવતાર થઈ ગયા હશે. હાલમાં ખંભાત શહેરની અસલ બાંધણી અમદાવાદની માફક મૂળ હિંદુ નગરરચનાના સિદ્ધાંત પ્રમાણે થએલી છે. એ રચના જેટલે અંશે અમદાવાદે જાળવી રાખી છે તેટલે અંશે ખંભાતે જાળવી નથી એટલે એનું અસલ સ્વરૂપ આજે જાણવું મુશ્કેલ છે. દરબારગઢ, માણેકચોક ત્રણ દરવાજા વગેરે જગ્યાઓની સ્થિતિ અમદાવાદની બાંધણી સાથે કાંઈક મળે છે. ખંભાત સ્વતંત્ર સંસ્થાન થતાં પહેલાં ગુજરાતની રાજધાનીનું શહેર નહોતું. એટલે રાજગઢની પાસે રાજકુટુંબની મસ્જિદ અને શહેરની વચ્ચે જુમાઅરિજદ હોય એવી રચના નથી, એટલે ફેર છે. પિળો અને રસ્તાઓ તથા ધરની રચના ઉત્તર ગુજરાતનાં શહેરોને મળતી છે. જુમારિજદનું વર્ણન ખંભાતના દરિયા તરફના કોટની પાસે રાજગઢની બાજુમાં વિશાળ જુમામજિદ છે. આ મસ્જિદ ગુજરાતની સર્વથી જૂની મસ્જિદોમાંની એક ગણાય છે. ત્રણ દરવાજાથી દક્ષિણ તરફ જતાં મસ્જિદને ઉત્તર ભાગ નજરે પડે છે, અને એ જોતાં એનાં સૌંદર્ય અને ભવ્યતાને પૂરે ખ્યાલ આવતે નથી. એની ભવ્યતાનો ખરે ખ્યાલ અંદરથી અને દક્ષિણ બાજુથી આવે છે. આ મસ્જિદ ગૂજરાતની બીજી ઉત્તમ મસ્જિદોની પેઠે રાતા રેતીઆ પથ્થર sand-stoneની બાધેલી છે. આ મસ્જિદ પૂર્વપશ્ચિમ ૨૧૨ ફીટ લાંબી છે. અને ઉત્તરદક્ષિણ ૨પર ફીટ પહોળી છે. એમાં દક્ષિણ તરફ જે છે તેના પ૫ ફીટ સમાઈ જાય છે. મસ્જિદનો અંદરનો પ્રાર્થના ખંડ અંદરથી ૧૮૯૬ લાંબ અને પ૦ ફીટ પહોળો છે. એની સામેને ચેક ૧૩૪ ફૂટ લાંબો અને ૧૧૯ ફૂટ પહોળો છે. એની આસપાસની પડાળીઓ પડખે ૨૮ ફીટ પહોળી અને આગલા ભાગમાં ૩૦ ફીટ પહોળી છે. પ્રાર્થનાખંડમાં ૧૫ ફીટ ઊંચા ૧૦૦ થાંભલા છે. એ થાંભલા ર૬ની બે હારમાં ગેડવેલા છે અને પાછલી દીવાલથી એ હાર ૨૧ અને ૪૨ ફીટ છેટી છે. આ થાંભલાઓની For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy