SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કોઠી (Bidwell) નામના માણસને ખંભાતના રેસિડેન્ટ તરીકે મોકલ્યો. એણે આવીને મીઠા નામના એક માણસને કંપનીને દલાલ નીમ્યો. મિ. ઇન્સે છેક ઈ. સ. ૧૭૩પના એપ્રિલમાં હોદ્દો છે. મિ. ઇન્સનો સ્વભાવ જરા ઠેકાણે નહોતો એમ સમજાય છે.૧૦ ઈ. સ. ૧૭૩૫ના કટોબરમાં મિ. બીડવેલ લખે છે કે ગનીમની અંદર અંદર લડાઈ થવાથી અમદાવાદ અને ખંભાત વચ્ચેનો વેપાર બંધ થઈ ગયા હતા. પરંતુ નવેમ્બરની આખરે મરાઠાઓ પાછા જવાથી વેપાર પાછો શરૂ થયો હતો. મિ. બીડવેલ રેસિડેન્ટના વખતમાં વેપાર અને માલની આવક જાવક, ખરીદ વગેરેના ઉલ્લેખો ખાસ આવે છે. ખંભાતનો રેસિડેન્ટ માલ ખરીદી એનાં નાણું આપવા માટે સુરતની કેઠી ઉપર હૂંડી લખી તે હુંડી ખંભાતમાં વેચી નાણું ઊભાં કરતે. એક વખત તકરારને લીધે સુરતવાળાએ એની હુંડી સ્વીકારી નહિ એટલે બીજી વખતે ખરીદ માટે મિ. બીડવેલે લખી દીધું કે હુંડી ન સ્વીકારાવાથી ખરાબ લાગે છે. અને હુંડી મળતી નથી તેથી નાણાં મળતાં નથી. દલાલને પણ ઘણી વાર માલનાં નાણું પહેલેથી થોડાં આપવા પડતાં. ઘણી વાર નમૂના પ્રમાણે માલ ન નીકળવાનાં લખાણો પણ આપેલાં છે. મિ. બીડેવેલને મિ. ઇન્સ સાથે તકરાર ચાલેલી અને મિ. ઈન્સ ટોળું ભેગું કરી મિ. બીડવેલને કેઠીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરેલો. આખરે ૧૭૩૬માં મિ. બીડવેલથી કંટાળી મુંબઈમાં વણકરોને લાવીને વસાવવા માટે સુરતની કઠી વાળાઓએ મુંબાઈ લખ્યું. અને બમન પટેલ નામના પારસીએ એ કામ માથે લીધું. મિ. મન રેસિડેન્ટ ૧૭૭૬-૩થ્થી ૧૭૪ર આખરે ઈ. સ. ૧૭૩૭માં મિ. બીડેવેલને છૂટા થવાનો હુકમ મળે અને તેમનો હોદ્દો સંભાળી લેવા મિ. જોન મનરેને મેકો .૧૨ એમ કહેવામાં છે કે મિ. બીડવેલને કઢાવવા માટે મિ. ઈન્સે જે પ્રયત્નો કરેલા તેમાં એક પ્રયત્ન ખંભાતના નવાબને સમજાવી મુંબાઇ મિ. બીડવેલ વિરહ લખાવેલું અને તેને પરિણામે મિ. બીડવેલને પાછે બેલવી લીધેલ.૧૩ ઈ.સ. ૧૭૩૭માં મરાઠાના દબાણને લીધે મામીનખાનને નાણાંની જરૂર પડવાથી કુલ રકમને થોડો ભાગરેસિડેન્ટમિ. હૈજિસ(Hodges) પાસે માગેલોને રેસિડેન્ટે તેને ભેટ આપી ઉડાવે.એક વખત નવાબે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાને રેશમી માલ વગેરે ખરીદ કરવાની ઈચ્છા નાણું વસૂલ કરવાના ઇરાદાથી બતાવેલી. પરંતુ રેસિડેન્ટ એ પણ ઉડાવ્યું હતું. પરંતુ નાણાં આપવામાંથી હમેશાં બચાતું નહિ અને વખતે કાંઇ આપવું પણ પડતું.૧૪ ઈ. સ. ૧૭૪૧ ખંભાતના નવાબે ગળીની નિકાશ બંધ કરી અને સુરતના રેસિડેન્ટ 9. Bom. Gaz. VI. P. 221. 'eccentric resident.' ૧૧ મરાઠાઓ માટે તિરરકારને શબ્દ. અંગ્રેજી કાગળોમાં મરાઠાઓને માટે આ શબ્દ ધણી વાર વાપરેલો છે. ૧૨ Bom. Govt. Records P. D. D. 9 અને P. D. D. 10. ગેઝેટીઅરને લેખક લખે છે કે મિ. ઈન્સ અને મિ. બીડવેલની તાણાવાણમાં કંપનીને નુકસાન ગયું હતું. (P. 224ો. 13 Bom. Gaz. VI. P. 224. ૧૪ એ જ, પૃ. ૨૨૪. મિ. બીડવેલ પછી મિ. મનરે નિમાયા હતા એમ સરકારી દફતરોમાં છે. ગેઝેટીઅર પણ એ કબૂલ કરે છે છતાં ૧૭૩૭માં આહૈ જિસ રેસિડેન્ટ કયાંથી આવ્યા તે સમજાતું નથી. કેમાં ટોમસ હૅજિસનું નામ આવે છે. કદાચ તે મિ. મનરેના આવતાં સુધી કામચલાઉ હશે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy