SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંગ્રેજી કાઢી ૯૩ કંપની સાથે ખટપટ થવાથી એ હેતુ પાર પડયા નિહ. અને ખંભાત સુરતના હાથ નીચે રહ્યું. ઇ. સ. ૧૬૬૦થી ૧૭૦૦ની વચમાં તેા ફેકટરી હતી કે નહિ તે શંકા છે. ઈન્સ અને બીડવેલ રેસિડેન્ટ અઢારમી સદીનાં પહેલાં વીસ વર્ષોમાં પણ ખાસ નોંધવા લાયક કાંઇ બન્યું નથી. આ વખતે ખીન્ન યુરેપીય હરીફાની કાઠીએ ખંભાતમાં રહી નહાતી. એટલે પરદેશીઓમાં અંગ્રેજો એકલા જ હતા એમ કહીએ તે ચાલે. આ સદીમાં પણ એકંદરે ખંભાતની અંગ્રેજી કાઢીને ઇતિહાસ સુરતની કાઠીના ઇતિહાસમાં જ સમાયલે છે. અને જે ઉલ્લેખા મળે છે, તે સુરતની રાજનીશીએમાંથી અને સુરતે મુંબાઇના ગવર્નરને લખેલા કાગળા, ખરીતાએ અને મુસદ્દામાંથી તારવી કાઢવા પડે છે. સુરત અને ખંભાત બંને કાઠીઓને નબળી પડતી મેગલાઈના સુબાએ કનડતા. જમીન માર્ગે મરાઠા લૂંટતા કે ચેાથ ઊધરાવતા, અને દરિયા માર્ગે રજપુત અને કાળી ચાંચિયા લૂંટ કરતા. ૯. સ. ૧૭૨૭માં રેસિડેન્ટ મિ. વેયાર્ડ (Wyard ) પાસેથી મુસલમાન સુબાએ પૈસા કઢાવેલા તેથી ઘણું ખમવું પડેલું. ઇ. સ. ૧૭૨૫માં એકબીજા સાથે લડતા મરાઠા લશ્કરથી આખું ખંભાત શહેર ડરી ઊઠ્યું હતું.૭ પીલાએ ખંભાત ઉપર ચડાઇ કરી ત્યારે ગામડાંના લોક ખંભાત શહેરમાં આવીને ભરાયા. એણે એમની પાસેથી રૂા. પાંચ લાખ માગ્યા અને ન આપ્યા ત્યારે ગામ બાલ્યાં. તે પછી કંતાજી આવ્યા. એણે કર ઊઘરાવવાને હક માગી પીલાજી છેાડી દે તા વીસ હજાર રૂપિયા આપવા કહ્યું, અને પીલાજીએ ન માનવાથી લડાઇ થઈ. એમાં પીલાજીની હાર થઇ. પછી કંતાજીએ ખંભાત પાસેથી ૧૧૦૦૦૦) રૂપિયા માગ્યા. એમાં અંગ્રેજી કેડીને ભાગે રૂા. ૫૦૦૦)ના ફાળા આપ્યા. એ વખતના રેસિડેન્ટ મિ. ડેનીઅલ ઇન્સે મરાઠાઓને ઘણું સમજાવ્યા કે છૂટથી વેપાર કરવા માટે અને કાં મહેસુલ ન આપવા માટે શાહુ રાજાએ અંગ્રેજોને પરવાને આપેલો છે. આ સાંભળી મરાઠાએ હસ્યા. છેવટે પહેલા હપ્તા દરીકે અંગ્રેજોએ રૂા. ૫૦૦) આપ્યા. એ પછી મરાઠાને જવું પડયું એટલે બાકીના દંડમાંથી બચી ગયા. એ પછી અમદાવાદના સુબા હામીદખાનના માણસા ખંભાત પાસે મહેસુલ ઉઘરાવવા આવ્યા, અને શહેર ઉપર ૩૫૦૦૦) રૂપિયાને કર નાખ્યા, જેમાં રૂા. ૧૦૦૦) રેસિડેન્ટે આપવાના હતા. આ લોકો એક વખત પાછા ગયા અને બીજી વખતે એમને અંગ્રેજોને ન સતાવવા માટે કહેવામાં આવ્યું. રેસિડેન્ટ મિ. ઇન્સ લખે છે કે એ લોકો ફક્ત ખસે માણસ લઈ આવેલા હતા અને મને એની કાંઈ બીક હતી નહિ. રેસિડેન્ટે ન માનવાથી સુબાએ અંગ્રેોની વખારા ઉપર તાળાં મારી દીધાં, મિ. ઇન્સ લખે છે કે આ લાકોને માત્ર દારૂની એ પેટીએ આપીને એણે વશ કર્યાં. આ બાબત માટે સુરતના રેસિડેન્ટ સાથે મિ. ઇન્સને રમૂજી પત્રવ્યવહાર થયેલા. આ મિ. ઇન્સને ઇ. સ. ૧૭૩૪-૩૫માં બદલવામાં આવ્યેા અને મિ. એચ. બીડવેલ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ Bom. Gaz. VI. Cambay P. 220 Note7. ગેઝેટીઅરના લેખક મેકક્રસનના‘Commerce’ના આધારે આ શંકા કરે છે. કાંઈ ઉલ્લેખ મળતા નથી એ આ વાતને ટેકા આપે છે. ૭ પીલાજી ગાચકવાડ અને કુંતાજી કંટ્ટમ. Bom. Gaz. VI. 221. ૮ એ જ. પૃ. ૨૧. ← Bon. Govt. Records P. D. D. 8. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy