SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ સ્વતંત્ર સંસ્થાન દાસ એ સાંભળી નાસી ગયો અને નવાબને રૂા. ૧૫,૦૦૦ ફતેહસિંહરાવને આપવાની ફરજ પડી. આ સિવાય મુહમ્મદ કુલીખાનના રાજ્યનો સમય શાંતિને હતો અને વહીવટ સારે હતે. છ વર્ષના રાજ્ય પછી ઈ.સ. ૧૭૮લ્માં મુહમ્મદ કુલીખાનનું અવસાન થયું. તેહઅલીખાન નવાબ. ૧૭૮૪ મુહમ્મદ કુલીખાનને ત્રણ પુત્ર હતાઃ ફતેહઅલીખાન બંદઅલીખાન અને યાવરઅલીખાન. પિતાના અવસાન પછી જેષ્ઠ પુત્ર ફતેહઅલીખાનને ગાદી મળી. વડોદરામાં ફતેસિંહરાવ ગાયકવાડને અને મામીનખાનને સંબંધ હતો તે અગાઉ જોઈ ગયા. ફતેહસિંહરાવના મરણ પછી એના ભાઈ ભાનારાવ ગાદીએ આવ્યા. એ માનાજીરાવ ગાદીએ આવ્યા પછી તરત જ, ફતેહસિંહરાવે કાઠીઓના હુમલા સામે રક્ષણ માટે રાખેલા ખંભાતના લશ્કરના ખર્ચ પેટે છ ગામ આપેલાં તે પાછાં માગ્યાં. ફતેહઅલીખાને એ વાતની ના પાડી. છેવટે સમાધાન એવી રીતે થયું કે વડોદરા દરબાર કાઠીઓ સામેના રક્ષણના ખર્ચના જે વધારાના દસ હજાર રૂપિયા આપે છે તે બંધ કરવા અને છ ગામ ખંભાત દરબારને તાબે રહે. આ વખતે નવાબ સાહેબે દિલ્હીના બાદશાહને મોટી ભેટો મોકલી આપી. તેના બદલામાં દિલ્હીથી ખંભાતના નવાબને વંશપરંપરાને “નજમુદ્દૌલા, મુમતાઝ-ઉલ-મુલ્ક, મોમીનખાન બહાદુર દિલાવરજંગ ને માનવંતા ઇલ્કાબ આપ્યો અને છહજારી મનસબ આપી ખંભાતના નવાબ તરીકેનું પદ જાહેર કર્યું.૧૦ મરાઠાઓનું નડતર ફતેહઅલીખાન નવાબ સાહેબના રાજ્યનાં શરૂઆતનાં વર્ષોમાં મરાઠાઓ સાથે વાંધા પડયા કર્યા. ઈ.સ. ૧૭૯૨માં છ ગામ માટેનો ઝઘડે કરી ઊઠો અને વડેદરા દરબારે એ ગામ ખાલસા કર્યા; પણ થોડા વખત પછી પાછાં આપ્યાં. ઇ.સ. ૧૭૯૯ના અરસામાં પેશ્વાને સરદાર આત્મારામ ભાઉ ખંભાત રાજ્યની હદમાં પેઠે, પણ એને ૩૦,૦૦૦ રૂપિયા મળવાથી પાછો ગયો. ઈ.સ. ૧૮૦૦માં આણંદરાવ ગાયકવાડના સરદાર બાલાજી આપાજીએ કાઠિયાવાડની ચડેલી પેશકશી ઊઘરાવવાને બહાને ખંભાત આગળથી પસાર થતાં ખંભાતના નવાબ પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ લીધા.૧ વસાઇના કરાર આ વખતે ખંભાતને વેપાર સારો નહોતો. અંગ્રેજોને ખંભાતમાં કોઠી રાખવામાં પિસાણ નહોતું એ વાત આગળ ચર્ચા છે.૧૨ એ અરસામાં કડીમાં રહેલા મલ્હારરાવે પિતાના કાકાના છોકરા આણંદરાવ પાસેથી વડોદરા લઈ લેવા ધાર્યું. વડોદરા દરબારે મુંબઈ સરકારની મદદ માગ્યાથી મુંબાઈથી ઈસ. ૧૮૦રમાં મેજર વેંકરની સરદારી નીચે લશ્કર આવ્યું અને ખંભાત ઊતર્યું. એ એ જ પૃ. ૨૩૧. ૧૦Bom. Gaz, VI. P. 231. ૧૧ એ જ પૃ. ૨૩૨. ૧૨ અંગ્રેજી કાઠીના જુદા પ્રકરણમાં. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy