SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ સ્વતંત્ર સંસ્થાન હતા, તેથી આરામ અને શૌચાદિમાં રોકાયા. આ દરમ્યાન મેમાનખાને અહમદીના લેખક અલીમુહમ્મદખાનને શ્રીપતરાવને એક કાગળ લખી જાતે મળવા કહ્યું, એટલે અલીમુહમ્મદખાન શ્રીપતરાવને જઈ મળ્યા. શ્રીપતરાવે કહ્યું કે રઘુનાથરાવને કાગળ એવો આવ્યો છે કે મોમીનખાન ખંભાત છોડી દે અને તેને એને બદલે બીજી જગ્યા મળશે. એ વાત કબૂલ હોય તો ઘરે ઉઠાવી લઈએ.૨૧ મોમીનખાને આ વાત કબૂલ ન કરી, એટલે લડાઈ પાછી ચાલુ થઈ. રાત્રે મરાઠાઓએ તપ માટે લાકડાના માંચડા ખંભાતની દીવાલ સામે કરવા માંડળ્યા. આમ આ લડાઈ અઠવાડીઆ સુધી વધારે ચાલી. હવે શ્રીપતરાવને લાગ્યું કે આમ લડાઇનો અંત નહિ આવે. તેથી એણે બીજો હલકે રસ્તે લીધે. એણે પોતાનાં માણસ છુટાં મૂકીને ખંભાત ચોર્યાશીનાં ગામ લૂંટાવવા માંડ્યાં.૨૨ આમ કરવામાં શ્રીપતરા મોમીનખાન ઉપર ધારી અસર કરી. ગામ લૂંટાતાં મોમીનખાનથી જોઈ શકાયાં નહિ, અને એમ થવાથી ખંભાત શહેર સિવાય પિતાની કાંઈ સત્તા પણ રહી જોઈ નહિ. તેથી છેવટે અહમદીના કર્તા અલીમહમ્મદખાન, પોતાના પેશકાર વજેરામ અને ઉઝમતુલ્લાને શ્રીપતરાવ પાસે વાટાઘાટ કરવા મોકલ્યા. (તા. ૧લી મોહરમ, હી. સં. ૧૧૬૭) છેવટે ગયે વર્ષે રઘુનાથરાવે લીધેલા તે કરતાં રૂ. ૭૦૦૦) વધારે તેણે ઘાસદાણાના લીધા. ગંગાધર પંડિતને મોમીનખાન પાસે લઈ ગયા. બધી વાત સમાધાની ઉપર આવી અને મરાઠા લશ્કર પાછું વળ્યું.૨૩ લડાઈને અંતે ખંભાતની સ્થિતિ મરાઠાઓના લોભ અને જુલમને લીધે ખંભાત અને એની આસપાસના મુલકની બહુ ખરાબી થઈ ખંભાતના અગિયાર પરાં લગભગ નાશ પામ્યાં. મમીનખાનને આ વખતે ઘણી તાણ પડી. સાઠ હજાર રૂપિયા શ્રીપતરાવ લઈ ગયો. બાકી રહેલું થોડું પેશ્વાના સામાન્ય ભાગ તરીકે ગયું અને થાડું, કોઈ મરાઠાઓએ હવે ખંભાતમાંથી કે આસપાસથી મહેસુલ ઊઘસવવી નહિ એવી શરતે પેશ્વાને ભેટ તરીકે આપવામાં પૂરું થયું. સાથેસાથે મોમીનખાનને લાગ્યું કે મરાઠાઓ ઉપર વિશ્વાસ રાખો કામનો નથી, એટલે ખંભાતના બચાવની અને લડાઈ થાય તે ટક્કર ઝીલવાની તૈયારી ચાલુ રાખી. તીજોરી ખાલી થઈ ગએલી હોવાથી આ હેતુ પાર પાડવા માટે પૈસા ભેગા કરવા મોમીનખાને બહુ મહેનત અને ત્રાસ પડયાં આથી જેકે નાણાંની રકમ ઉભી તે થઈ પણ ૨૧ આ વિગત ખંભાત ગેઝેટીઅર કે બીજે જણાવી નથી. ફક્ત લડાઈ અઠવાડિયું ચાલી એટલું જ ગેઝેટીઅર લખે છે. અહમદી આ વર્ણનમાં વધારે વિશ્વસનીય છે. ૨૨ Bom. Gaz. VI.Cambay P. 226. આમાં ગામે લૂંટાવ્યાનું લખે છે. જ્યારે અહમદી લખે છે કે ખંભાત ચેાર્યા શીના ગામમાં જમાબંધી અને મહેસુલ વસૂલ કરવા પિતાનાં માણસો મોકલ્યાં. આ બંને હકીકત ભેગી ખરી લાગે છે. મહેસુલ લેવા માણસે મોકલ્યાં હશે, પણ તેમણે ભેગી લૂંટ પણ ચલાવી હશે. ૨૩ Bom. Gaz. VI. 226. આ હકીકત અહમદીમાં વિસ્તારથી છે. મિરાતે અહમદી આ અરસામાં મામીનખાનના શિકાર ધરમચંદનું નામ આપે છે. વજેરામને બહાર કરવું પડતું તેથી આ બીજો પેશકાર હોવું જોઈએ. ધરમચંદને કઈ કારણસર દંડ થતાં એણે આપઘાત કરેલો એમ વર્ણન છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy