SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૭૧. (૧પર). મામીનખાને બચાવનાં સાધન તૈયાર કર્યો, પણ લડાઈ થતાં પહેલાં સલાહ થઈ. મોમીનખાને ઘાસદાણાના રૂપિયા સાત હજાર તથા ચાર તે તેને આપી, અને ફકરૂઠીલા સુબાના નેક બેગખાન નામના માણસને નાની ટુકડી આપી એની સાથે જવા ની.૧૭ ખંભાતને ઘેર ઈ.સ. ૧૭પ૩માં ચોમાસું આવતાં ખંભાતના કોટના કેટલાક ભાગ પડી ગયા. આ વાતની ખબર અમદાવાદમાં પેશ્વાના સુબા શ્રીપતરાવને પડી એટલે એણે સારામાં લેવા ખંભાત ઉપર હલ્લો લઈ જવા નક્કી કર્યું. તેથી પોતાના વકીલને ખંભાતની સ્થિતિ અને લશ્કરના સિપાઈઓની સંખ્યા વગેરેની તપાસ કરવા મોકલ્યો. એ વકીલ સર્વોહરરાવ જેગીને વેશ લઈ ખંભાત આવ્યો અને બધી તપાસ કરી શ્રીપતરાવને ખબર આપી. શ્રીપતરાવે હવે મમીનખાનને વહેમ ન પડે તેમ તૈયારી કરી. એક મોટો રથ જરકશી અને બીજાં મૂલ્યવાન અલંકારો જડીને તૈયાર કર્યો અને તે રથને રઘુનાથરાવ માટે પેટલાદ સુધી પહોંચાડવાને બહાને માવલાઓની ૧૮ ટુકડી લઈ સાથે આવ્યો. પિટલાદમાં તે આવીને ઊતર્યો તે વખતે મે મીનખાનને પેશકાર વજેરામ પૂનથી ખંભાત આવતાં ઊતરેલ તે શ્રીપતરાવને મળવા ગયો. વાતચીત ઉપરથી શ્રીપતરાવનો ઇરાદો ખબર પડતાં ખાનગી રીતે એણે બધી વાત મોમીન ખાનને લખી મોકલી અને કાસદ રાતોરાત ખંભાત પહોંચ્યો. મોમીનખાન પાસે માણસ થોડાં હતાં છતાં, તાબડતોબ કિલ્લો સમરાવી બચાવની તૈયારી કરવા માંડી. બાદશાહી જમાદાર મુહમ્મદ રશીદબેગ જેને થોડા વખત ઉપર બરતરફ કર્યો હતો તેને પાછો બોલાવ્યો. શ્રીપતરાવે હવે રાત્રે એકાએક જઈને ખંભાત ઉપર હલ્લો કરવા ધાર્યું. પણ રાતના વખતે એને ભૂમિ જગ્યા ભૂલ્ય. એનું કારણ એ હતું કે વકીલના કહેવા મુજબ જ્યાં જ્યાં કેટનાં બાકાંમાંથી શહેરમાં પેસવાની જગ્યા ભોમિયાએ જોએલી તે બધી મોમીનખાને ઝપાટાબંધ પુરાવી નાખી હતી. એટલે જ્યાં પિલાણ ધારેલું ત્યાં સખ્ત બચાવ અને બંદોબસ્ત દેખ્યો. છેવટે ગવારને દરવાજે૧૯ બરોબર બંદોબસ્ત ન દેખતાં ત્યાં માવલાઓને ચડાવ્યા. દરવાજાના છાપરા ઉપર ત્રણચાર માણસોને આ વાતની ખબર પડતાં તેમણે બંદૂક ફેડી. ઝપાઝપી શરૂ થઈ. આ સાંભળી મામીનખાન પોતે ત્યાં આવી પહોંચ્યા અને ઉપર ચડેલા માવલાઓને મારીને નીચે પાડડ્યા. બીજે દિવસ પણ આ લડાઈ ચાલુ રહી.૨૦ એમાં મરાઠાઓએ હાર ખાઈ ઘણું સહન કર્યું. મરાઠાઓ આ રાતના હટલા માટે આખી રાત ચાલીને આવ્યા હતા તે હવે થાકી ગયા વેપારીઓને ન સતાવવા માટે કહ્યું. પેશ્વા અને ગાયકવાડની વહેંચણીની સલાહ માટે જુઓ બરેડા ગેઝેટા. ૪૫૪. મેમીનખાને પેશ્વા સાથે સંબધ પસંદ કર્યો એમ અહમદી લખે છે. ૧૭ એ જ પૃ. ૩૩પ અને મિ. અમદી એ જ. ૧૮ દક્ષિણમાં માવલ ગામ છે ત્યાંના લોક મરાડા લશ્કરમાં લડવાનો ધંધો કરતા અને તે માવલા કહેવાતા. ૧૯ મિરાતે અહમદી ગુ. ભા. (. મો. ક.) આ ગવારને દરવાજે હાલમાં ખંભાતનાં કેટલાંક સારામાં સારાં માને છે. અહમદીકાર લખે છે તે ઉપરની લડાઈ વખતે ત્યાં તન મુફલિસ દેખાવનાં ધર હતાં અને તે તદ્દન ખાલી હતાં. ૨૦ અહમદીનો લેખક કહે છે કે આ લડાઈ એણે પિતે નજરોનજર જોએલી, જુઓ અહમદી ગુ. ભ. (ક. મે. ઝ.) For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy