SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્ર કાશ્મીરના અને માલવા આદિ દેશોના વિશેષજ્ઞ વિદ્વાનોએ જ નહિ, ગુજરાતના ગૌરવરૂપ વિદ્વાનોએ પણ એ વિષયમાં એવા વિશદ પ્રયત્નો કર્યા છે એમ આથી જણાશે. વિદ્યાવ્યાસંગી જૈન વિદ્વાનોએઆચાએ એ દિશામાં પણ પ્રશંસનીય પ્રયાસો કર્યા છે, તેમ તેને અભ્યાસ કરતાં સમજાશે અને વાડ્મયના વિવિધ પ્રકારોની એમની સેવા લક્ષ્યમાં આવશે. શ્રી હેમચન્દ્રાચાર્યના સમકાલીન અને પશ્ચાત્કાલીન કેટલાય જૈન વિદ્વાનોએ તેમના માર્ગને અનુસરવા અનેક પ્રયત્નો કર્યા છે. કેટલું ય એવું સાહિત્ય હજી અપ્રકાશિત સ્વરૂપમાં પ્રાચીન જ્ઞાનભંડારોમાં છે, સંક્ષિપ્ત પ્રાકૃત અલંકારદર્પણ જેવા ગ્રંથો પણ હજી પ્રકાશમાં આવી શક્યા નથી. સિદ્ધરાજ જયસિંહના સમકાલીન સોમ-સૂનુ મહામાત્ય વાડ્મટને કાવ્યાલંકાર ગ્રંથ સિંહદેવગણની વ્યાખ્યા સાથે પ્રસિદ્ધ છે, પરંતુ તેના પર જિનવધેનસૂરિ, ક્ષેમહંસગણિ, જ્ઞાનપ્રમોદગણિ, વાદિરાજ, રાજહંસ, ઉપાધ્યાય સમય સુન્દર વગેરે જૈન વિદ્વાનોએ રચેલી સં. વ્યાખ્યા-વૃત્તિઓ અને વાચક મે સુંદર બાલાવબોધ વિગેરે હજી અપ્રકાશિત છે. નેમિકુમારનંદન બીજા એક વાગ્લટ વિદ્વાને અલંકારતિલક વ્યાખ્યા સાથે બીજા એક અન્ય કાવ્યાનુશાસનની રચના કરી છે, જે પ્રકાશિત છે. ગૂર્જરેશ્વર – મંત્રીશ્વર વસ્તુપાલની પ્રાર્થના – પ્રેરણાથી નચંદ્રસૂરિના આજ્ઞાંકિત શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ સ્વપજ્ઞ વૃત્તિ સાથે “અલંકાર – મહાદધિ' નામના ગ્રંથની રચના સં. ૧૨૮૨ માં કરી હતી, જે પ્રસ્તાવના, પરિશિષ્ટો સાથે અમારી દ્વારા સંપાદિત થઈ ચૌક વર્ષ પહેલાં–સં. ૧૯૯૮ માં ગાયકવાડ – પ્રાચ્યગ્રંથમાલામાં (. ૯૫) પ્રકાશિત થઈ ગયેલ છે. આચાર્ય શ્રીભાવેદેવનો કાવ્યાલંકારસાર પણ ઉપર્યુક્ત ગ્રંથના પરિશિષ્ટ (૧) માં અમે સંપાદિત કર્યો છે. ગૂર્જરેશ્વર વીસલદેવની રાજસભાના અને કવિ-સભાના માન્ય શીઘ્રકવિ અમરચંદ્રસૂરિની કાવ્ય-કલ્પલતા નામની “કવિ-શિક્ષા પ્રસિદ્ધ થઈ For Private And Personal Use Only
SR No.020441
Book TitleKavyanushasanam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay Gani
PublisherVijaylavanyasuri Granthmala
Publication Year1956
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy