________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરા રાજ્યના મે. ન્યાયમંત્રીને મેકલેલ પત્ર.
: મેાકલનાર :
અમીચંદ્ર ગોવિંદજી શાહ્, B. A. LL, B. ઍડવોકેટ
નવાપુરા–સુરત.
સુરત તા. ૭ : ૯ :' ૩૧.
મહેરઆન ન્યાયમંત્રી સાહેબ-વડાદરા રાજ્ય,
મુ. વડાદરા.
*
નામદાર શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી તા. ૩૦ જુલાઈ સતે ૧૯૩૧ ના રાજ આજ્ઞાપત્રિકા 'માં ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ' પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મજકુર નિબંધથી જૈન સમાજમાં માટે” ખળભળાટ પેદા થયા છે અને જૈતાની ધાર્મિક લાગણીને ઘણાજ આઘાત પહેાંચ્યા છે, અને તે રદ કરવાનાં સંખ્યાબંધ કારણા પૈકી નીચે મુજબનાં કારણે। આપની સમક્ષ હાલમાં રજુ કરવા રજા લઉં છું.
૧. બાળદીક્ષાથી અનર્થાં થાય છે એ વાતમાં વજુદ નથી. બાળદીક્ષિત ઉત્તમ, નિષ્પાપ અને ધાર્મિક જીવન જીવી પોતાનું અને બીજાનું કલ્યાણ સાધે છે. અન થયેા હાય તેવા કાઇપણ દાખલેા બન્યા નથી. સાધુસંસ્થાને નાશ ઇચ્છનારાઓના ખાટા પ્રચારકાર્યથી એવી માન્યતા
થવા પામી છે.
૨. બાળકાને નસાડવા, લલચાવવા, ફોસલાવવાની વાત તદ્ન અસભવિત છે. જૈનશાસ્ત્રોમાં સગીરની દીક્ષા વડીલેાની રજા સિવાય થઈ શકતી નથી અને તેવી દીક્ષા આપવી એ જૈનશાસનમાં ગુન્હો ગણ્યા છે અને સગીરા બાબત મનુષ્યહરણ વિગેરે કાજદારી કાયદાએ પૂરતા છે. જૈનદીક્ષામાં લલચાવવા-ફોસલાવા જેવું કાંઈ છેજ નહિ. દીક્ષિત જીવનની ક્રિયા જાણવામાં આવે તે આમ બનવું અશકય સાબીત થઇ શકે છે.
૩. બાળ દીક્ષિતાની સંખ્યા અતિ અલ્પ છે અને કચિતજ એવા પુણ્યાત્માએ નીકળી શકે છે, અને તેવામાં કાઈપણ જાતને અન થયલા જણાયા નથી.
૪. દુનિઆમાં મહાન ગણાતા પુરૂષોમાંથી માટે ભાગે બાલપણથી સુસંસ્કારિત થયેલા જણાય છે. જૈનેના મહાન પુરૂષામાં પણ તેમજ છે,
૧૧
For Private and Personal Use Only