________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩ ) રાસ્ના, આસધ, દેવદાર, શેરનું મૂળ, બ્રહ્મદંડી (ખાખરના બીજ),
એ ઔષધે એક એક તોલો લેવાં તથા તે બધાથી બમણી સાકર લેવી. એ ચૂર્ણ ખાવાથી શ્વાસ, ખાંસી, ભ્રમ, ઉલટી, હૃદયને રોગ, વીષમજવર, ક્ષયરોગ અને ગુલમરોગ, એટલા રોગ જલદીથી મટી જાય છે.
૧૦ ગુંઠ, ધમાસ, દ્રાક્ષ, પીપર, કાકડાસીંગ, વરિયાળી, સવા, જીરૂ, ચિત્રા, એ ઔષધનું ચૂર્ણ મધ તથા ઘી સાથે ખાવાથી અને ડૂસીના રસ સાથે ખાવાથી ક્ષયરોગ મટે છે. ( ૧૧ ગાયના માખણમાં અરડૂસીનાં ફળને નાખીને પકવ કરી તે માખણનું ઘી થાય તેમાં ઉપર કહેલું ચૂર્ણ ખાવાથી ક્ષયરોગ, ખાંસી, શ્વાસ અને વાતરકત નિશ્ચય મટે છે.
ક્ષયકાસનું લક્ષણ, उरः स्तंभ सपीडं च पीतं निष्ठीवनं घनम् । ज्वरः कंपस्तृषा पीडा कुक्षौ दुर्बलताऽरुचिः ।। ७२ ॥ सघर्घरं गलं भेदो वैवये बलहीनता । भुक्ताजीर्ण ज्वरश्चोते क्षयकासस्य लक्षणम् ॥ ७३ ॥ છાતી સ્તબ્ધ થઈ જાય તથા તેમાં પીડા થાય, ગળફા પીળા અને ઘાડા પડે, તાવ આવે, કંપ થાય, તરસ લાગે, ફુખમાં પીડા થાય, શરીર દુબળું થાય, અરૂચિ થાય, ગળામાં ઘર્ઘર અવાજ બોલે, મુખને વર્ણ બદલાઈ જાય, શકિત કમી થાય, ખાધેલું પચે નહિ, તાવ આવે, એ લક્ષણે ક્ષયની ખાંસીનાં છે.
ક્ષયકાસનો ઉપાય. पाठाकणानिशावन्हिर्मधुरी च रसांजनम्। ... मंजिष्ठाया रजोमुक्तं क्षयकासनिवारणम् ॥ ७४ ॥
૧ પહાડમૂળ, પીપર, હળદર, ચિત્ર, મધુરી, રસાંજન, મજીઠ, એ ઓષધનું ચુર્ણ ખાવાથી ક્ષયની ખાંસી મટે છે.
ગુલમરેગનાં લક્ષણે. अरुचितशीर्षी च रोधो मूत्रपुरीषयोः । उत्फुल्लमुदरं शूलं नाभौ कुक्षिशिरो व्यथा ॥ ७५ ॥
For Private and Personal Use Only