SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર સત્તા એક અગર અનેક વ્યકિતઓને સ્વાધીન કરી. રાજસત્તાનું એજ આદ્ય સ્વરૂપ છે, એટલે કે રાજાની સત્તા અગર સમાજમાં અસ્તિત્વ ધરાવનારી બીજી કોઈ પણ સત્તા સમાજની જ છે. પાટીદારથી કરી તે ઠેઠ સમ્રાટ સુધી અને સર્વસાધારણ બ્રાહ્મણથી કરી પિપ કે શંકરાચાર્ય સુધી સર્વ વ્યક્તિઓ કેવળ એ અધિકાર પર કામ કરનારા કાર્ય મંત્રી છે. એડમંડ બર્ક કહે છે કે, “ આવા પ્રકારના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિમાં રાજા એટલે એક પુરૂષ! રાણી એટલે એક સ્ત્રી ! અને સ્ત્રી એટલે એક પશુ અને એ પણ કંઈ ઉચ્ચ પ્રકારનું પશુ નહિ ! ! “ In this philosophy the King is but a man! The Queen is but a woman! A woman but an animal and that also not of the very high type !!" (Burke's reflections on tle French revolution. ) એ કલ્પના આ પ્રકારની છે. એ કલ્પના ભેજામાં ઘુસવાની સાથે જ તેને અનુમોદન આપનારા તત્વજ્ઞા ઝપાટાથી એક પછી એક એમ ઉત્પન્ન થવા લાગ્યા. આ તત્વ પૃથ્વીતલપર અવતીર્ણ થયું તે પહેલાં કાયદે એ સર્વસ્વી ઈશ્વરી પ્રેરણુનું જ પરિણામ છે એવી કલ્પના પ્રચલિત હતી. હિંદુ કલ્પનામાં પણ સર્વોપરિ હકુમત ચલાવનારે તે ઈશ્વર જ. गुरुरात्मयतां शास्ता राजा शास्ता दुरात्मनाम् । इह प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः ॥ પરંતુ પાછળથી એ કાયદો બુદ્ધિગમ્ય ત પર રચાએલે છે અને તેથી એ પરમેશ્વરના કાયદા જેવો જ છે એવી કલ્પનાનો પ્રસાર થવા લાગ્યો. રેમન લેકોનું કાયદાશાસ્ત્ર જોઈશું તે તેમાં આ કલ્પના અંતર્ભત થએલી દેખાશે. પાછળથી સુધારણાના યુગમાં પરમેશ્વરી કાયદે અને માનવી કાયદે એવી પ્રત્યક્ષ વિભાગનું થઈ ને સમાજ Elemente of Polities-- Gettoll For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy