SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુધર્મનું વૈશિષ્ટય ૩૯૫ કલ્પનાઓ પ્રસરાવનારાઓને હિંદુધર્મનું સ્વરૂપ જ સમજાયું નથી એમ કહેવું પડે છે. અસ્પૃશ્યોએ કરેલી મરીઆઈ (અસ્પૃશ્યોની એક ઉપાસ્ય દેવી)ની ઉપાસના, બ્રાહ્મણોએ કરેલી રામકૃષ્ણની ઉપાસના, શિવોએ કરેલી શીવની ઉપાસના, યેગીઓએ કરેલી આભોપાસના, (आत्मा वा अरे मंतव्यो द्रष्टव्यो ज्ञातव्यो निदिध्यासितव्यः) વગેરે સર્વ ઉપાસના એક જ પરમેશ્વરને પહોંચવાની હોય તો તેથી રામાજ વ્યવસ્થા માટે, ઐહિક તેમજ નશ્વર બાબતોમાં થયેલા ભેદ આધ્યાત્મિક બાબતોમાં નષ્ટ કરી સર્વને જે સમાન અધિકાર જોઇએ છીએ તે શું આથી પ્રાપ્ત નથી થતા ? કઈ ગમે તેટલું કહે તે પણ એક બાબત સિદ્ધ જ છે કે સમાજમાં બધાને સમાન અધિકાર પ્રાપ્ત થવા આ મૃત્યુલોકમાં તે શક્ય નથી. અધિકાર કે હક્ક શબ્દનો અર્થ એ કે એકાદ બાબત કરવાની એકાદ વ્યકિતને છુટ હોય અને બીજાને ન હેય. સમાન હક્ક એ શબ્દસમુચ્ચયને કશો જ અર્થ થતું નથી. હક્કો વિષમ રહેવાના હક્કોમાં વિષમતા હેવી એ તે મૂળહક્કોના અસ્તિત્વનું લક્ષણ છે. બર્ક કહે છે કે, “સર્વને સમાન હક્કો હશે તેથી કંઈ સર્વને સર્વ વસ્તુ મળશે નહિ. “ll men may have equal rights but not equal things.' lot fulgi 24101 or 2827 અને તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ પિતપોતાની શક્તિ અનુસાર કરેલી ઉપાસના, અને એક જ પરમેશ્વરને પ્રાપ્ત થાય છે એવો નિયમ કરી લેવામાં આવ્યું છે. - હિંદુઓની દેવતા વિષયક અને ઉપાસના વિષયક કલ્પનાઓ પણ “એક જ ઈશ્વર છે, “તેને કેઈએ કયારે પણ ન જેએલું એવું એકજ સ્વરૂપ છે.” એવા પ્રકારની જંગલી સ્વરૂપની નથી. દરેકે પિતાની કલ્પના પ્રમાણે ઈશ્વરત્વ ઉત્પન્ન કરી તેની ઉપાસના કરવી એવી છે; માત્ર એ ઉપાસના ભકિતથી કરેલી હોવી જોઈએ, એટલે તે સર્વશક્તિમાન પરમેશ્વરને પ્રાપ્ત થાય છે, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy