SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ હિંદુઓનું સમાજરચનાશા તેવું હાય, તે એક જ હાય કે અનન્ત સ્વરૂપે હાય, ઉપાસકની આધ્યાત્મિક કલ્પના ગમે તેવી હાય ઉપાસકે પોતાની શકિતનુસાર કરેલી ઉપાસના અન્તે એક જ ઇશ્વરને પહોંચે છે, એવા ઉલ્લેખા ઠેકઠેકાણે મળી આવે છે ! પરમેશ્વરના સ્વરૂપ સંબંધી આગ્રહ રાખી એસવાની પ્રવૃત્તિ હિંદુસમાજમાં નથી. હિંદુને સર્વ ઠેકાણે પરમેશ્વરની મૂર્તિ અને પરમેશ્વરનુ રૂપ દેખાય છે. यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जिमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोऽशसंभवम् ॥ જે જે વિભૂતિવન્તુ હા, શ્રીવન્તુ, વા પરાક્રમી; તેને સૌ જાણજે મ્હારા થયેલું તે જ અંશથી ભ. ગી. અ. ૧૦, શ્લાક ૪૧ તેથી ગમે તે ગમે તેવી ઉપાસના કરેઃ - 'आकाशात्पतितं तोयं यथा गच्छति सागरम् | सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ॥ अगर त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमतं । प्रभिन्ने प्रस्थाने पुनरिदमिदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां । नृणामेको गम्यः त्वमिव पयसामर्णव इव ॥ આવા પ્રકારના સ્પષ્ટ ઉલ્લેખા મળી આવે છે અને પ્રત્યેક ઘરને અધિકારભેદથી પરમેશ્વરનાં જુદાં જુદાં રૂપે! ઉપાસ્ય છે એ વાત તેટલી જ સત્ય હૈાવા છતાં ‘ અસ્પૃસ્યા સ્પૃસ્યાના મદિરમાં પ્રવેશ કરો તા જ હિંદુધર્મો સુધરશે. નહિ તે કલંકિત રહેશે. આવા પ્રકારની ૧ સન્ધ્યાપાસનાને વખતે ખેાલવાને શ્લોક. ૨ મન્નિસ્તોત્ર-આ સ્તેાત્ર ગાંધીજીએ વાંચ્યું છે એવુ' સ`ભળાય છે. તેથી આપેલ છે. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy