________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા મારાપણને ઉપચાર કરી કહે છે કે, “હું સ્કૂલ છું. હું કૃશ છું.” પરંતુ “હું જ્ઞાની” ઈત્યાદિ વ્યવહારમાં જ્ઞાનના જ્ઞાતા તરીકે થતો હું પ્રત્યય વાસ્તવિક રીતે શરીરથી ભિન્ન આત્માનો છે.
તદુપરાંત બીજી રીતે પણ આત્માની સિદ્ધિ થાય છે. જેમ કે, અજીવ શબ્દ છે તે પ્રતિપક્ષ શબ્દવાલે છે. કારણ કે વ્યુત્પત્તિવાળે જીવ પદ કે જે એક પદ છે તેનો નિષેધ કરે છે. જે જે શબ્દ વ્યુત્પત્તિવાલા એકેક શબ્દને નિષેધ કરે છે તે તે શબ્દને અવશ્ય પ્રતિપક્ષ શબ્દ હોવો જોઈએ. જેમ અઘટ શબ્દને પ્રતિપક્ષ ઘટ શબ્દ છે તો તે શું ઘટ શબ્દથી વાચ ઘટ પદાર્થ નથી? અર્થાત્ અવશ્ય ઘટ છે. તેમ અજીવ શબ્દને પ્રતિપક્ષી જીવ શબ્દ છે, તે જીવ શબ્દથી વાસ્થ જીવ પદાર્થ અવશ્ય હોવો જ જોઈએ.
તથા અભાવ પણ પ્રતિયેગી વિના હોઈ શકતા નથી, તેથી ઘટાભાવ પણ ઘટરૂપ પ્રતિયોગી વિના હોઈ શકે નહિ, તેમ જીવનો અભાવ અજીવ પણ જીવરૂપ પ્રતિયેગી વિના બની શકતો નથી. તથા જે જે એક પદ હોય છે, તે તે સત્ય હોય છે. જેમકે સુખ, દુઃખ, ઘટપટાદિ, અને જે જે એક પદ હોતું નથી તે સત્ય પણ ન હોય જેમ આકાશનું પુષ્પ” માટે જે જે એક પદ હોય તે તે સત્ય છે, તે જીવ પણ એક પદ જ છે, માટે જીવ, અવશ્ય હોવો જોઈએ. એવી જ રીતે હું સુખી, હું દુખી, ઈત્યાદિ જે કહેવાય છે તેમાં હું પદથી વાચ્ય છે તે આત્મા છે.
આ રીતે જૈનદર્શન આત્માનાં સ્વરૂપને સ્વીકારે છે. આને અંગે વધુ વિસ્તાર સ્યાદ્વાદમંજરી, સ્યાદવાદરત્નાકર આદિ જૈન ન્યાય ગ્રન્થમાંથી જાણી લેવો.
૧. જે વસ્તુનો અભાવ હોય તે વસ્તુ તેના અભાવને પ્રતિયોગી કહેવાય. પ્રતિગીરૂપ વસ્તુ વિના તેને અભાવ હેય નહિ.
For Private And Personal Use Only