SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન નવમું આપી નિર્ભયપણાને પ્રાપ્ત કરાવે છે તે પુરૂષને આ ભવમાં તે ભય નથી, પરંતુ આ દેહ ત્યાગ કરીને પરભવમાં જાય, ત્યાં પણ તેને કેઈપણ જાતનો ભય રહેતો નથી. ૧. આ સ્થળે અભયદાન દેવામાંજ જેનું ચિત્ત ઉસુક થઈ રહેલ છે એવા અભયકુમાર મંત્રીનું એક ઉદાહરણ છે. મગધ દેશના સ્વામી શ્રેણિક રાજા હતા. તેઓના મંત્રી અભયકુમાર નામના હતા. એક અવસરે રાજા, સભા ભરીને બિરાજમાન થયેલ છે. તે વખતે રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, આજકાલ આપણા રાજ્યમાં અલપ મૂલ્યથી કઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં સભાસદેએ જણાવ્યું કે, “અલપમાં અપ કિંમતથી માંસ મળી શકે છે.” આ વાત સાંભળી અભયકુમાર મંત્રી તે ચકિત જ બની ગયા અને વિચાર કર્યો. “ફકર નહિ, પરંતુ એ ઉપાય કરે કે જેથી જો નાશ થાય નહિ.” એક વખત રાત્રીના સમયમાં અભયકુમાર પોતે ફરવા નીકળ્યા. સાથે એક હજાર સોનામહારે લીધી અને દરેકને ઘેર જઈને કહેવા લાગ્યા કે, “આજે રાજાજી ઘણી બીમાર છે, અને તેઓની દવાના ઉપગમાં લેવાની ખાતર મનુષ્યનું કાળજું કાપીને તેમાંથી એક ટાંકભાર માંસ જોઈએ છે. તેની કીંમતમાં એક હજાર નાહેર હું આવું છું.' આમ સ્થળે સ્થળે કહેવા છતાં અને એક હજાર સેનાહેર આપવા છતાં પણ એક ટાંક ભાર મનુષ્યના કાળજાનું માંસ મળી શકયું નહિ. હવે બીજે દિવસે જ્યારે સભા ભરાઈને બેઠી, ત્યારે મંત્રી રાજે પૂછયું કે, “બેલે ભાઈ, આજકાલ અલ્પ કિંમતથી કઈ વસ્તુ મળી શકે છે ?” ત્યારે કોઈએ પણ ઉત્તર ન આપવાથી મંત્રી રાજ પિતેજ બેલ્યા કે, “ભાઈ આજે કેમ બોલતા નથી તે દિવસે તો માંસ મળી શકે છે, એમ બેલતા હતા. આ વાત સભાસદ સાંભળીને અધમુખ થઈ ગયા ત્યારે રાજાજીએ પૂછયું કે, “હે For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy