SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ભારતવર્ષનાં આસ્તિક તથા નાસ્તિક દનાના ઉંડા, માર્મિક તથા તલસ્પર્શી અભ્યાસ તે તે દશનામાં વપરાયેલા પારિભાષિક શબ્દોના યથાર્થ જ્ઞાન વિના સ ંભવિત નથી; તેમાં પણ ન્યાય, વૈશેષિક તથા વેદાન્તના ગ્રન્થા અત્યન્ત ગહન પરિષ્કાર તથા પરિભાષાથી વ્યાપ્ત હોવાને અગે તેમને સમજવા માટે પારિભાષિક શબ્દોનું તથા પરિષ્કાર વગેરેનું જ્ઞાન અપરિહાર્ય છે. અગાળામાં નદિયા વિદ્યાપીઠમાં ઉદ્ગમ પામેલે નવ્યન્યાય તા એટલી જટિલ પરિભાષાથી પરિષ્કૃત થયા છે કે કોઇ પ્રસિદ્ધ જ્ઞાતા પાસે અવિચ્છિન્ન અધ્યયન કર્યા વિના તેના ભેાધ સભવતા નથી. અર્વાચીન કાળમાં પદ્માવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર વગેરે અલૌકિક સુખતી અભિવૃદ્ધિના સાધનરૂપે માનવામાં આવતાં શાસ્ત્રના અભ્યાસ વૃદ્ધિ પામ્યા છે. વ્યાપક સ્વરૂપમાં પ્રસરેલા યંત્રયુગે તત્ત્વજ્ઞાન તરફની જનતાની અભિરૂચિને અત્યન્ત શિથિલ બનાવી દીધી છે. દુનિયાના રાજકીય વાતાવરણે વિષમ સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રવ્ય પ્રબળશક્તિના અપૂર્વ સાધન તરીકે ગણાવા માંડયું છે. મનુષ્ય જીવન એટલું યન્ત્રાય થઇ ગયું છે કે નિર્વાહતી મારામારીમાં તથા બ્યાપાર્જન માટે સતત દોડધામમાં ગંભીર ચિત્ત્વન કે તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરવાના યથાયેાગ્ય અવકાશ પ્રાપ્ત થતા નથી. જ્યારે આવી પરિ સ્થિતિ છે ત્યારે જે પ્રશ્નમાં દરિદ્રતા પ્રવર્તતી હૈાય તેની દશાનુ તા કહેવું જ શું? આમ છતાં ભક્તિપ્રધાન તથા જ્ઞાનપસાસુ ભારતવમાં તત્વજ્ઞાનને પ્રવાહ અત્યન્ત શિથિલ થયા ડાવા છતાં સતત વહ્યા કરે છે તથા ધણોખરી જનતાને તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરવાની ઉત્કંઠા હોવા છતાં તેને સમજવાનાં સરળ સાધનાને અભાવે નિરાશ થવું પડે છે. આધુનિક સમયનાં લક્ષણા જોતાં, તત્ત્વજ્ઞાનને જજે વહેતું અને પ્રાણવાન રાખવું હોય તા તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોને અતિશય સરળ ભાષામાં અને બની શકે ત્યાં સુધી ભિન્ન ભિન્ન પ્રાન્તીય ભાષાઓમાં પણ રચવાં ઘટે છે. આવી જાતને પ્રયાસ યુરેપમાં વ્યાપક રીતે થતા જોવામાં આવે છે અને ત્યાંના ઘણા દેશામાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો સરળ ભાષામાં અને સુગમ શૈલીમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. પ્રસ્તુત દનકાશ ઉપર દર્શાવેલા પ્રયાસાના જેવાજ અત્યન્ત પ્રશંસનીય પ્રયત્ન છે. દર્શનશાસ્ત્રના પારિભાષિક શબ્દોનું ટુંકુ પણ આવશ્યક સ્થળે દૃષ્ટાન્તાથી સંપૂર્ણ એવું ગુજરિંગરામાં હ્રદય ગમ વ્યાખ્યાન કરી આ ગ્રન્થના વિદ્વાન કર્તાએ ગુર્જરભાષામાં વર્ષોથી સેવાયેલી ખેાટ પૂરી પાડી છે, જેથી અખિલ ગુજરાત તેમનું ઋણી છે. આ કાશની ઢાંધવા લાયક વિશિષ્ટતા તા એ છે કે કર્તાએ ગડનમાં ગહન શબ્દોની સમજુતિ અતિ For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy