SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨૧ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમાં જાણ રે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે. ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૪ કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે; જ્ઞાનરૂચિ વેલ વિસ્તારતા, વારતાં કર્મનું જોર રે. ૨૬ રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં ઠેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ૨૦ દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતા ચાલીએ, પામીએ જિમ પરમધામ રે. ૨૮ શ્રી નયવિજય ગુરુ શિષ્યની શીખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગ રેલ રે. ૨૯ ૩િ. પદ્માવતની આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડમ્, તે. ૧ ભવઅનંતાએ કરી, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધિચા, ચઉરાશી લાખ. તે૦ ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy