SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોચ સંવર વૃદ્ધિ રે. ૯ ઇહભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે; જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ૧૦ ગુરતણાં વચન જે અવગણી, ગંથિયા આપ મત જાલ રે; બહુપરે લોકને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે. ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીચાં, કીધલો કામ ઉન્માદ રે. ૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીચો કલહ ઉપાય રે. ૧૩ જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૧૪ પાપ જે એહવા સેવિયાં, નિંદિએ તેહ કિહું કાલ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોચ કર્મ વિસરાલ રે. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ૧૦ જેહ ઉવાચનો ગુણ ભલો, સૂત્ર સઝાચ પરિણામ રે; સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૧૮ જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિએ સાર રે. ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોહિએ, સમકિત બીજ નિરધાર રે ૨૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy