SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir **** ****** કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઇણ ભજને સુખ નાહિં. પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે, આજ૦ ૯ એક ઉઠતી આળસ મોડે, બીજી ઉંઘે બેઠી; નદીઓમાંથી કાંઈક નિસરતી, જઇ દરિયામાં પેઠી. આજ૦ ૧૦ ૬૫ આઈ બાઈ નણંદ ભોજાઈ, ન્હાની મ્હોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આજ૦ ૧૧ આજ૦ ૮ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨ ૨૦૬ વાણીયાની સજ્ઝાય (રાગ - સમરો મંત્ર ભલો) વાણિયો વણજ કરે છે રાજ, ઓછું આપીને મલકાય, ધરાક દેખીને ઘેલો થાય, આવો બેસો કરે ત્યાંય, ત્રાજુડીને ટક્કર મારી, પૈસા લુંટી લુંટી ખાય. વાણિયો ૦ ૧ વિવાહે ધન વાપરે વાણિયો, પાલખી લેવા જાય, એક બદામને કાજે વાણિયો, સો સો ગાળો ખાય. વાણિયો ૦ ૨ દોઢા સવાયા કરે વાણિયો, ઘરમાં ભેલું થાય, કરમીનું કંઈ કામ ન આવે, બારે વાટે જાય. વાણિયો ૦ 3 વાણિયો દીસંતો વહેપારીઓ, કોઠે સોવન કંઠી, લૂંટવાનો જેને ઢાલ પડ્યો છે, તેની વેળા હવે વંઠી, વાણિયો ૦ ૪ આઈ માઈ કાકો મામો, બોલાવે બહુ માને, મુખનો મીઠો મનનો મેલો, જુવે છે એ બગ ધ્યાને. રે વાણિયો ૦ ૫ ****** For Private And Personal Use Only ગરાક દેખી ઘેલો થાય, હલ બલ થઈને હરખે, લંબે આવ્યું લૂંટી લીધે, પાપ કરમ નવિ પરખે. રે વાણિયો ૦ ૬ .
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy