SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજું દાન સુપાત્ર, સત્તર ભેદે હો સંજમ જે ધરે; નિર્મલ વ્રત ગુણ ગાત્ર, તૃણ મણિ કંચન હો અદત્ત જે પરિહરે. ૪ અશનાદિક જે આહાર, હેજે દીજે હો હાજર જે હોવે; જિમ શાલિભદ્રકુમાર, સુપાત્ર દાને હો મહા સુખ ભોગવે. ૫ અનુકંપા દાન વિશેષ, ત્રીજું દેતાં હો પાર ન જોઇએ; અન્નનો અરથી દેખી, તેહને આપી હો પુણ્યવંતા હોઈએ. ૬ ધન પામી સસનેહ, અવસર આવે હો જ્ઞાતિ જે પોષીએ; ઉચિત ચોથું એહ, સ્વજન કુટુંબ હો જેહથી સંતોષીએ. ૭ પાંચમું કીરતી દાન, ચાચક જનને હો જે કાંઈ આપીએ; વાધે તેણે યશ વાત, જગમાં સઘળે હો, ભલપણ થાપીએ. ૮ પામી ચિત્ત વિત્ત પાત્ર, જેહથી પ્રાણીઓ હો, અવિચલ સુખ લહે; ધન દેતાં ક્ષણ માત્ર, વિલંબ ન કીજે હો, ઉદયરત્ન કહે. ૯ (૧૫૦ સુપાત્રદાનની સઝાયો (રાગ-આદિજીનેશ્વર પાયખણમેવ) પ્રણમી શ્રી ગોયમ ગણધર, જેહને નામે જયજયકાર; સુપાત્રદાન તણાં ફલ કહું, શ્રીજિનવરના મુખથી લહું ૧ સાર્થવાહ ધનાવહ સાર, વંદી મુનિને હરખ અપાર; ધૃતનું દાન દીધું ગહગહી, તીર્થકરની પદવી લહી. ૨ ખીરદાન ભવ પહેલે દીધ, શાલિભદ્ર પાખ્યા બહુ ત્રાદ્ધ; જિનવર હાથે સંચમ લીધ, પહોતા તે સરથસિદ્ધ. ૩ ભવ પહેલે ગંગદત્તકુમાર, ભાવે પડિલાભે અણગાર; ભવ બીજે કચવન્નો હોઈ, બહુ સોભાગી ધનવંત સોઈ. ૪ ચંદનબાળા કેવળ વરી, અડદબાકુળાં આવ્યા મન ધરી; વીરજિનવરને હરખ અપાર, સોવનવૃષ્ટિ થઈ તિણે વાર. ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy