SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ++++++++++ www. kobatirth.org • ૫૦૯ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહેજિન હર્ષ ઘણે સસસ્નેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ દાન-શીલ-તપ ભાવની સઝાય (રાગ - અહો અહો સાધુજી સમતાના દરીયા) શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે; દાન-શીયલ-તપ ભાવના, સખી પંચમી ગતિ દાતાર રે. શ્રીમહા૦ ૧ દાને દોલત પામીયે સખી દાને ક્રોડ કલ્યાણ રે; દાન સુપાત્ર પ્રભાવથી, સખી કચવન્નો શાલિભદ્ર જાણ રે. શ્રીમહા૦ ૨ શિયળે સંકટ સવિ ટળે, સખી શિયળે વાંછિત સિદ્ધ રે; શિયળે સુર સેવા કરે, સખી સોળ સતી પ્રસિદ્ધ રે. શ્રીમહા૦ ૩ તપ તપો ભવિ ભાવશું, સખી તપથી નિર્મળ તન્ન રે; વરસ ઉપવાસી ૠષભજી, સખી ધન્નાદિક ધન્ય ધન્ય રે. શ્રીમહા૦ ૪ ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે. શ્રીમહા૦ ૫ ૧૪૯ દાનધર્મની સજઝાય ચોગીશ અતિશયવંત, સમવસરણે બેસી હો જગગુરુ: ઉપદેશ અરિહંત, દાનતણા ગુણ હો પહેલે સુખકરૂ. ૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવનો આમળો; દાનના પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળો. ૨ *** પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ; જિમ મેઘરથ રાજન, જીવ સર્વને હો નિરભય કીજીએ. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy