SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. . ... .... સાર૦ ૫ ૮િ૮ વૈરાગ્યની સઝાયો (રાગ - સાંભળજો તમે અભૂત વાતો મુનિશ્રી વયરકુવરની) સાર નહિ રે સંસારમાં, કરો મનમાં વિચારજી; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દૃષ્ટિ પસારજી. સાર૦ ૧ જાગ જાગ ભવિ પ્રાણીઆ, આયુ ઝટપટ જાય છે; ગયો વખત નહિ આવશે, કારજ કાંઈ ન થાય જી. સાર૦ ૨ દશ દ્રષ્ટાંતે રે દોહિલો, પામી નર અવતાર છે; દેવ ગુરુનો જોગ પામીને, કરીએ ધર્મશું રાગ જી. સાર૦ ૩ મારું મારું કરી જીવ તું, ફરીઓ સઘળે ઠાણ જી; આશા કોઈ ફળી નહીં, પામ્યો સંકટ ખાણ જી. સાર૦ ૪ માત-પિતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી; પડતી સમે કોઈ નહિ રહે, દેખો સ્વારથી સંસાર જી. રાવણ સરિખો રે રાજવી, લંકાપતિ જે કહાય જી; ત્રણ જગતમાંહિ ગાજતો, ધરતો મન અભિમાન જી સાર૦ ૬ અંત સમય ગયો એકલો, નહિ ગયું કોઈ તેની સાથે જી; એહવું જાણીને ધર્મ કીજીએ, હોશે ભવજલ પાર જી. સાર૦ ૦ મોહ નિદ્રાથી જાગીને, કરો ધર્મશું પ્રેમ જી; એવી સૌભાગ્યની વાણીને, ધારો મનશું પ્રેમ જી. સાર૦ ૮ (૮૯ વૈરાગ્યની સઝાયો (રાગ - આવ્યો ત્યારે મુઠી વાળી) જોને તું પાટણ જેવા, સારા હતા શહેર કેવા; આજ તો ઉજજડ જેવા રે, આ જીવ જોને, જાય છે જગત ચાલ્યું રે...... આ૦૧ વળી સિદ્ધપુર વાળો, મોટો જોને રૂદ્ર મહાલો, કિહાં ગયો તે રૂપાળો રે આ૦ ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy