SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરોવર જળનો દેડકો જીરે, તાકે આપણો ભક્ષ; સાપ તાકે છે દેડકો જીરે, સહુને આપણો લક્ષ રે. જીવડા. ૩ મચૂર તાકે છે સાપને જીરે, આહેડી તાકે છે મોર; મચ્છ ગળાગળ જાય છે જીરે, નિર્ભય નહિ કોઈ ઠોર રે. જીવડા. ૪ કર્મે નાટક માંડીયો જીરે, જીવડો નાચણહાર; નવા નવા લેબાશમાં જીરે, ખેલે વિવિધ પ્રકાર રે. જીવડા. ૫ ચોરાશી ચોગાનમાં જીરે, રૂપ રંગના રે ઠાઠ; તમાશા ત્રણ લોકમાં જીરે, બાજીગરના પાઠ રે. જીવડા૦ ૬ બહોત ગઈ થોડી રહી જીરે, પરભવ ભાતું રે બાંધ; સમતાસુખની વેલડી જીરે, ધર્મરત્ન પદ સાધ રે. જીવડાવે છે ૮િ૦ વૈરાગ્યની સઝાયો (રાગ - નિરખ્યોનેમિ નિણંદને) આ સંસાર અસાર છે ચિત્ત ચેતો રે, જૂઠો સકલ સંસાર ચતુર ચિત્ત ચેતો રે. ૧ સંધ્યા રંગ સમાન છે ચિત્ત, ખાલી આ ઇન્દ્રજાળ. ચતુર૦ ૨ એકલો આવ્યો જીવડો ચિરા૦ જાશે એકલો આપ. ચતુર૦ ૩ સઘળું અહીં મૂકી જશે ચિત્ત સાથે પુણ્ય ને પાપ. ચતુર૦ ૪ કરણી પાર ઉતારશે ચિત્ત કોણ બેટો કોણ બાપ. ચતુર૦ ૫ રાજ નહિ પોપાબાઇનું ચિત્તા, જમડો લેશે જવાબ. ચતુર૦ ૬ સુખમાં સજ્જન સહુ મળ્યા ચિત્તo દુઃખમાં દૂર પલાય. ચતુર૦ o અવસર સાધો આપણો ચિત્તાછંડો દૂર બલાય. ચતુર૦ ૮ ફરી અવસર મળતો નથી ચિત્તા, હીરો સાંપડ્યો હાથ. ચતુર૦ ૯ રંકને રત્નચિંતામણિ ચિત્ત રણમાં સજન સાથ. ચતુર૦૧૦ સમતાના ફલ મીઠડાં ચિત્ત સંતોષ શિવતરૂ મૂળ ચતુર૦ ૧૧ બે ઘડી સાધો આપણી ચિત્તા ધર્મરન અનુકૂળ ચતુર૦ ૧૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy