SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિન દિન આયુ ઘટે તાહરૂ, જિમ જલ અંજલિ હોય રે; ધર્મની વેળા નાવે ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે. મા૦ ૨ રમણી સંગે રાચ્ચો રમે, કેમ દીચે બાઉલે બાથ રે; તન ધન જોબન સ્થિર નહીં, પરભવ નાવે તુજ સાથ રે. મા. ૩ એક ઘરે ધવલ મંગલ હુવે, એક ઘરે રુવે બહુ નાર રે; એક રામા રમે કંતશું, એક છંડે સકલ શણગાર રે. મા. ૪ એક ઘરે સહુ મલી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે; તે રે સાજનીચાં ઉઠી ગયાં, સ્થિર ન રહ્યો એક વાસ રે. મા. ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે; દશ દષ્ટાંતે દોહીલો, પામવો મનુષ્ય અવતાર રે. મા. ૬ હર્ષવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુક્તિવધ ફેરો સંગ રે. મા છે ૮િ૪ વૈરાગ્યની સઝાયો (રાગ - સાંભળજો મુનિ સંજમ રાગે) (ઉપશમ આણો) તે ગિરુઆ ભાઈ તે ગિરુઆ, જે બોલ ન બોલે વિરુઆ રે; તસ ઘરે આવે સોવન ચરૂઆ, ફલવંતા સુરતઆ રે તે૦ ૧ છતી શક્ત જે દીચે ધન દાતા,પરરમણી નવિ રાતા રે; અહર્નિશ તે પામે સુખશાતા, ધન ધન તેહની માતા રે. તે ૨ જે મન શુદ્ધ કરશે કિરિચા, તે તરશે ભવ દરિયા રે; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી ઓસરીયા રે. તે ૩ જે નર જિનવરને આરાધે, મુનિજનને ન વિરાધે રે; અહર્નિશ નિજ આતમ હિત સાધે, તેહ તણા ગુણ વાધે રે. તે ૪ જે મન મદ મત્સર નવિ આણે, જે પરવેદન જાણે રે તે પહોંચે ઉત્તમ ગુણઠાણે, કવિજન તાસ વખાણે રે. તે ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy