SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાતાલ નર સુર લોકમાંહિ, વિમલ ગિરિવર તો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વર. Wળા " ઇમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુખવિહંડણ ધ્યાઇએ; નિજ શુદ્ધસત્તાસાધના, પરમ જ્યોતિ નિપાઈએ. loll જિત મોહ કોહ વિહોહ નિદ્રા, પરમ પદસ્થિતિ જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર. || સોના રૂપાને ફૂલડે, સિદ્ધાચલને વધાવું; ધ્યાન ધરી દાદા તણું, આનંદ મનમાં લાવું. ll પૂજા કરી પાવન થયો, અમ મન નિર્મળ દેહ; રચના રચું શુભ ભાવથી, કરૂં કર્મનો એહ. Iરી અભવિને દાદા વેગળા, ભવિને હૈડા હજુર; તન મન ધ્યાન એક લગ્નથી, કીધા કર્મ ચકચૂર. lal કાંકરે કાંકરે સિદ્ધ થયાં, સિદ્ધ અનંતનું ધામ; શાશ્વત ગિરિવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. li૪ll દાદા દાદા હું કરૂં, દાદા વસિયા દૂર; દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડાં હજૂર. Iપી દુઃષમ કાળે પૂજતાં, ઇન્દ્ર ધરી બહુ પ્યાર; તે પ્રતિમાને વંદના, શ્વાસમાંહે સો વાર. lls. સુવર્ણગુફામાં પૂજતાં, રતનપ્રતિમા ઇન્દ્ર; જ્યોતિમાં જ્યોતિ મીલે, પૂજે ભવિ સુખકંદ. Iloll રિદ્ધિ સિદ્ધિ ઘેર સંપજે, પહોંચે મનની આશ; ત્રિકરણ શુદ્ધ પૂજતાં, જ્ઞાનવિમલ પ્રકાશ. I૮ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy