SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચસે સખીઓ દીઘી હારા બાપે, તેમાં નથી એક મારી પાસે; એક વસંતબાળા મારી સાથે.સાહેલી ૫ કાળો ચાંદલો રાખડી કાળી, રથ મેલ્યો છે વન મોઝારી; હવે સહાય કરો દેવ મારી.સાહેલી ૬ મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બાર; સખી ન મલ્યો પાણીનો પાનાર.સાહેલી છે મને વાત ન પૂછી મારા વીરે, મહારા મનમાં રહેતી નથી ધીરે; મારા અંગે ફાટી ગયા ચીરે સાહેલી ૮ મને દિશા લાગે છે કાળી, મહારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં કર્મે નાંખી. સાહેલી ૯ મારું જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ; આ તે રંગમાં શ્યો પડ્યો ભંગ.સાહેલી. ૧૦ સખી ધાવતાં છોડાવ્યા હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ; તેના કર્મે પામી ખોટી આળ. સાહેલી ૧૧ વનમાં ભમતાં દીઠાં મુનિ આજ, પૂરવ ભવની પૂછે છે વાત જીવે શ્યારે કર્યા હશે પાપ ? સાહેલી. ૧૨ બેની હસતાં રજોહરણ તુમે લીધાં, મુનિરાજને દુઃખ બહું દીધા તેના કર્મે વનવાસ તમે લીધા.સાહેલી. ૧૩ પૂર્વે હતો શોક્યનો બાળ, દેખી મનમાં ઉછળતી ઝાળ; તેના કરમે જયા વનમાં ઝાડ. સાહેલી ૧૪ સખી વનમાં જન્મ્યો છે બાળ, ક્યારે ઉતરશે મારી આળ; ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી. ૧૫ વનમાં ભમતાં મુનિ દીઠા આજ, અમને ધર્મ બતાવો ગુરુરાજ; ક્યારે સરશે અમારા કાજ. સાહેલી. ૧૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy