SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ++++++ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રી સિજ્જૈભવ ગણધરે, ઉદ્દેશી નિજ પુત્રો રે; સચળ સિદ્ધાંતથી ઉદ્ધરી, દશવૈકાલિક સૂત્રો રે. નમો૦ ૩ માસ છ એ પૂરવ ભણ્યો, દશ અધ્યયન રસાળો રે; આળસ અંગથી પરીહરી, ધન ધન એ મુનિ બાળો રે. નમો૦ ૪ ચારિત્ર ષટ માસ વાહલે, પાળી પુણ્ય પવિમો રે; સ્વર્ગે સમાધિએ સિધાવીઓ, કરી જગ જનને મિત્રો રે. નમો૦ ૫ પુત્ર મરણ પામ્યા પછી, સિજ્જૈભવ ગણધારો રે; બહુશ્રુત દુઃખ મનમાં ધરે, તેમ નયણે જળધારો રે. નમો૦ ૬ પ્રભુ તુમે બહુ પ્રતિબોધિયા, સમ સંવેગીયા સાધ રે; અમે આંસુ નવિ દીઠડાં, તુમ નયણે નિરાબાધ રે. નમો છ અમને એ મુનિ મનકલો, સુત સંબંધથી મળીયો રે; વિણસે અર્થ કહ્યા થકાં, પણ કેણે નવિ કળીયો રે. નમો૦ ૮ શું કહીએ રે સંસારીને, એ એહવી સ્થિતિ દીસે રે; તન દીઠે મન ઉલ્લસે,જોતાં હિયડલું હીસે રે. નમો૦ ૯ લબ્ધિ કહે ભવિયણ તુમે, મ કરો મોહ વિકારો રે; તો તુમે મનક તણી પરે, પામો સદ્ગતિ સારો રે નમો૦ ૧૦ ૫૧ અરણિકમુનિની સઝાય અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશોજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનિશોજી. અરણીક૦ ૧ મુખ કરમાણું રે માલતી ફૂલ ફ્યુ, ઉભો ગોખની હેઠોજી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અરણિક૦ ૨ વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યા તેણે ઠાણોજી; દાસીને કહે જારે ઉતાવળી, ઋષિ તેડી ઘર આણોજી. અરણિક૦ ૩ +++++++++++ ++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy