________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર જોડીને એમ પૂછે, સંબંધ તમારો શું છે? નરનાથ હું છું અનાથ, નથી મારે કોઈ નાથ. ૨ હરખે જોડી કહે હાથ, હું થાઉં તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. ૩ મગધાધિપ હું છું મોટો, શું બોલે ભૂપ ખોટો; તું નાથપણું નવિ જાણે, ફોગટ શું આપ વખાણે? ૪ નયરી કૌશામ્બીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેર્યો, કેમે તે પાછો ન ફે. ૫ માતાપિતા છે મુજ બહુ મહિલા, વહેરાવે આંસુના વહેલા; વડા વડા વૈધો તેડાવે, પણ વેદના કોઈ ન હઠાવે. ૬ એહવું જાણી તવ શૂલ, મેં વાય ધર્મ અમૂલ; રોગ જાય જો આજની રાત, તો સંયમ લઉં પ્રભાત. ૦ એમ ચિંતવતા વેદના નાઠી, આખર બાંધી મેં કાઠી; બીજે દિન સંચમભાર, લીધો ન લગાડી વાર. ૮ અનાથ સનાથનો વહેરો, તમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિના નરનાથ, નથી કોઈ મુગતિનો સાથ. ૯ શ્રેણિક તિહાં સમકિત પામ્યો, અનાથીને શીર નાખ્યો; મુગતે ગયા મુનિરાય, ઉદયરન વંદે ઉવજઝાય. ૧૦
( ૫૦ શ્રી મનકમુનિની સઝાયો નમો નમો મનક મહામુનિ, બાળપણે વ્રત લીધો રે; પ્રેમે પિતાશું રે પરઠીયો, માયશું મોહ ન કીધો રે, નમો ૧ પૂરણ ચૌદપૂરવ ધણી, સિજજૈભવ જસ તાતો રે; ચોથો પટધર શ્રી વીરનો, મહિયલ માંહી વિખ્યાત રે. નમો- ૨
For Private And Personal Use Only