SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવું કરતાં તુજને પાપી, લાજ ન આવી કાંઈ; બુદ્ધિકુબુદ્ધિ તે ઉપજાવી,રાજ્ય લોભે લલચાઈ રે. કિયા૨ ગર્ભે આવ્યો તે મુજ જ્યારે, તેની શું વાત જ કહેવી; તારા પિતાનું માંસ જ માંગ્યું, બુદ્ધિ તે કીધી એવી રે કિચા. ૩ પાપીઠ તારો જનમ થાતાં, રીસ ચઢેલ અપારી રે; ઉકરડે તુજને નંખાવ્યો, દુષ્ટ પુત્ર મેં ધારી રે. કિયા. ૪ શ્રેણીકરાએ વાત જ જાણી, તુર્ત તુને મંગાવ્યો; પુત્ર પ્રતિ અતિ હેત જ આણી, અતિ તને હલરાવ્યો રે કિયા. ૫ સ્નેહ આવો તુજ ઉપર રાખ્યો, ત્યારે તે આવું કીધું ફીટ ફીટ હો પાપીઠ તુજને, કલંક કુળને દીધું રે. કિચાઇ ૬ આવું સમજી મેં તો તુજને, પહેલા નાંખી દીધો; તુજ પિતાએ સ્નેહે તુજને, તોએ મોટો કીધો રે. કિયા. ૦ હર્ષ ધરે શું તું મુજ પાસે, તાત ને પિંજર નાખી; લાજી મરું છું તુજ થકી હું વાત સુણતાં આખી રે. કિયા. ૮ નિજ પિતાનો સ્નેહ ન જાણ્યો, રાજ લેવાને ધાયો રે; સ્વાર્થ થકી તેં જગમાં પાપી, અપયશ અધિકો પાયો રે. કિયા. ૯ દુષ્ટ દુર્મુખ તું જા અહિંયાથી, શું તુજ મુખ બતાવે? અપકૃત્યો સહુ તારાં દેખી, દુખ જ મુજને થાએ રે. કિયા૧૦ અપ્રિય વાચા સુણી માતાની, કોણીક ત્યાંથી જાએ; કરવા બંધન મુક્ત પિતાને,દોડતો તે તો આવે રે. કિયા ૧૧ આવતો પાસે પુગ જ દેખી, શ્રેણીક મનમાં લીધો; તાલકુટ મુદ્રિકા મુખે, ચૂસી કાળ જ કીધો રે. કિયા. ૧૨ સ્વાર્થ જુઓ આ દુનિયા કેરો, કોઈ તણું નવ કોઈ; હર્ષ ધરી મન શોધો મુખને, જગની રચના જોઈ રે.કિચા. ૧૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy