________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩. શ્રી ઇલાચીપુત્રની સઝાય ઇલાચીકુમાર ચિત્ત ચિંતવે રે, ઇન્દ્રાણી અવતારો રે; ધન્ય ધન્ય એ મુનિરાયને રે, નવી જુએ નયણે વિકારો રે. ૧ અહો અહો સમતા એહની રે, નિર્લોભી નિર્ઝન્ય રે, નીરખે નહી એ નારીને રે, અહો અહો સાધુનો પંથ રે. ૨ એ કુલવંતી સુંદરી રે, કંચન વરણી કાયા રે; અદ્ભુત રૂપે ઊભી અછે રે, પણ મુનિ મન ન ડગાચા રે. ૩ એક માચે એહને જણ્યો રે, એક જણ્યો મુજ માય; સરસવ મેરૂનો આંતરો રે, કિહાં હું કિહાં મુનિરાય રે. ૪ ભારે કર્મી હું ઘણો રે, મેલી કુલ આચારો રે; નીચ નાટકણીને કારણે રે, છોડી દીધો વ્યવહાર રે. ૫ એ નારીના સંગથી રે, વંશ ચઢ્યો આકાશ રે; જો ચવું એહના ધ્યાનથી રે, તો પહોંચુ નરકાવાસ રે. ૬ દાન લેવાને કારણે રે, ક્રોડ કરું ઉપાય રે; તોયે પણ દેતા નથી રે, મોહ ફંદે એ રાય રે. છ સાધુને આપે શ્રાવિકા રે, મોદક મનને ઉલ્લાસ રે;
લ્યો લ્યો કહે છે લેતા નથી, તો ધન્ય એહને શાબાશ રે. ૮ ધન્ય વેળા ને ધન્ય ઘડી રે, મૂકું મોહની જાળ રે; થઈએ મુનિવર સારીખો રે, છોડી આળ પંપાળ રે. ૯ મોહ તણે જોરે કરી રે, નાટક ફરી ફરી કીધ રે; પાંચમી ઢાળ સોહામણી રે, મુનિ માન કહે સુપ્રસિદ્ધ રે. ૧૦
૩િ૪ કોણિકની સઝાયો કિયા રે ભવનું પુત્ર તે વેર, કપુત આ તે વાળ્યું તારા જનકd પિંજર નાંખી, પેટ જ મારું બાળ્યું રે. કિયા. ૧
For Private And Personal Use Only