SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++++++++ REK છોડ્યાં માત પિતા વળી, છોડ્યો સહુ પરિવારજી; ૠદ્ધિ સિદ્ધિ મેં તજી દીધી, જાણી સઘળું અસારજી, ઘેટી રહીને કર વાત તું. છ જોગ ધર્યાં મેં સાધુનો, છોડ્યો સઘળાનો પ્યારજી; માત સમાન તને ગણું, સત્ય કહું નિરધારજી. છેટી૦ ૮ બાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાયજી; પસ્તાવો પાછળથી થશે, કહું લાગીને પાયજી, જોગ૦ ૯ નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડો જોગજી; માટે ચેતો પ્રથમ તુમે, પછી હસસે સહુ લોકજી. જોગ૦ ૧૦ ચાળા જોઇને તારા સુંદરી, ડગ્યું નહીં લગારજી; કામશત્રુ મેં કબજે કર્યો, જાણી પાપ અપારજી. છેટી ૧૧ છેટી રહી ગમે તે કરે, મારા માટે ઉપાયજી; તો પણ સામું જોઉં નહીં, શાને કરે તું હાયજી. છેટી ૧૨ માછી પકડે છે જાલમાં, જલમાંથી જેમ મીનજી; તેમ મારા નેત્રના બાણથી, કરીશ હું તમને આધિનજી. જોગ૦ ૧૩ ઢોંગ કરવા તજી દેઇ, પ્રીતે ગ્રહો મુજ હાયજી; કાળજું કપાય છે માહ, વચનો સુણીને નાથજી. જોગ૦ ૧૪ બાર વરસ તુજ આગળે, રહ્યો તુજ આવાસજી; વિધવિધ વૈભવ ભોગવ્યાં, કીધાં ભોગ વિલાસજી, આશા તજી દે હવે માહરી, ૧૫ ત્યારે હતો અજ્ઞાન હું, હતો કામનો અંધજી; પણ હવે તે રસ મેં તજ્યો, સુણી શાસ્ત્ર પ્રબંધજી. આશા૦ ૧૬ જ્ઞાની મુનિ ને ૠષિયો, મોટા મુનિવર ભૂપજી; તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી. જોગ૦ ૧૦ *************** For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy