SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++ ૩૯૨ કર્મે ચક્રી બ્રહ્મદત્ત નડીયો રે, સુભૂમ નરક માંહે પડીયો રે; ભરત બાહુબલ શું લડીયો રે, ચક્રી હાર્યો રાય જસ ચડીયો રે. ૨ સનતકુમારે સહ્યા રોગ રે, નળ દમયંતી વિયોગ રે; વાસુદેવ જરાકુમરે માર્યો રે, બળદેવ મોહનીચે ધાર્યો રે. ૩ ભાઈ શબ મસ્તકે વહીયો રે, પ્રતિબોધ સુરમુખે લહીયો રે; શ્રેણિક નરકે પહોતો રે, વન ગયા દશરથ પુત્રો રે. ૪ સત્યવંત હરિશ્ચંદ્ર ધીર રે, ડુંબ ઘરે શિર વહ્યું નીર રે; કુબેરદત્તને કુયોગ રે, બહેન વળી માતાશું ભોગ રે. ૫ પરહસ્તે ચંદનબાળા રે, ચઢ્યું સુભદ્રાને આળ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભોગવ્યા તે અનેકા રે. ૬ કરમે ચંદ્ર કલકીયો રે, રાયાંક કોઈ નવિ મૂકો રે; ઇંદ્ર અહલ્યાણું લુબ્ધો રે, રયણાદેવી રવિમાઉ ભોગ કીધો. ૭ ઇશ્વર નારીયે નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચૂકાવ્યો રે; અહીં અહો કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્ધમાન રે, ૮ ઢાળ ૧૦ મી (રાગ - શત્રુંજય મંડણ) ઇમ કર્મ હણ્યા સવિ, ધીર પુરુષ મહાવીર, બાર વર્ષ તપ્યો તપ, તે સઘળો વિણનીર, શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવળજ્ઞાન, સમવસરણ રચે સુર, દેશના દે જિનભાણ. ૧ અપાયા નયરે, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વે બુઝવી દીક્ખિયા, વીરને વંદે તેહ, ગૌતમૠષિ આદિ, ચારર્સે ચાર હજાર, સહસ ચૌદ મુનિવર, ગણધર વર અગ્યાર ૨ ચંદનબાળા મુખ્ય, સાધવી સહસ છત્રીસ, દોઢ લાખ સહસ, નવ શ્રાવક ધે આશિષ; ત્રણ લાખ શ્રાવિકા, અધિકા સહસ અઢાર, સંઘ ચતુર્વિધ ચાપીઓ, ધન ધન જિન પરિવાર. ૩ પ્રભુ અશોકતરૂ તળે, ત્રિગડે કરે વખાણ, સુણે બાર પર્ષદા યોજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સોહે શિર ચામર ઢાળે ઇન્દ્ર, નાટક બધ્ધ બત્રીશ, ચોત્રીશ અતિશય જિણંદ. ૪ +++++++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy