SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-ઓઘો છે અણમુલો) મનમાં આવજો રે નાશ ! હુ થયો આજ સનાથ; જય જિનેશ નિરંજણો ભંજણો ભવદુઃખરાશ, રંજણો સવિ ભવિચિત્તાનો, મંજણો પાપનો નાશ. મનમાં. ૧ આદિ બ્રહ્મ તુ અનુપમ અબ્રહ્મ કીધાં દૂર; ભવભ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર. મનમાં- ૨ વીતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદ કમલની, સેવના રહે એ ટેવ. મનમાં ૩ ચલપિ તુમે અતુલબલી, ચશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય. મનમાં ૪ મન મનાવ્યા વિણ માહરૂં, કેમ બંધનથી છુટાય ?; મનવંછિત દેતાં થકાં કાંઈ, પાલવડો ન ઝલાય. મનમાં ૫ હઠ બાલનો હોય આકરો, તે કહો છો જિનરાજ; ઝાઝું કહાવ્ય શું હોવે, ગિરૂઆ ! ગરીબ નિવાજ. મનમાં- ૬ જ્ઞાનવિમલ ગુણશી લહો, સવિ ભવિક મનના ભાવ; તો અક્ષય સુખલીલા દિયો, જિમ હોવે સુજસ જમાવ. મનમાં છે દરિશનકી અભિલાષી પ્રભુજી તેરે દરિ૦... સદા લગે મુજ પ્યારી પ્રભુજી તીન ભવનમેં ફીરકર આયો, કમેં હવે તેરા ભાસ... ૧ તુમ સરીખા નહીં દેવ અનેરા, સમજી આવે તેરી પાસ, શાંત સુધારસ ભવિજન પીકે, સફલ કરે નિજ આશ.. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy