SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ- નિરખ્યો નેમિ નિણંદને અરિહંતાજી) સુંદર શાંતિ નિણંદની છબી છાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર કીર્તિ ગાજે છે, ગજપુર નગર સોહામણું ઘણું દીપે છે, વિશ્વસેન નવિંદનો નંદ, કંદર્પ જિપે છે. ૧ અચિરા માતાએ ઉરે ધર્યા, મન જે છે, મૃગ લંછન કંચન વાન, ભાવઠ ભૂજે છે. ૨ પ્રભુ લાખ વરસ ચોથે ભાગ, વ્રત લીધું છે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સીધું છે. ૩ ધનુષ ચાલીસનું ઇશનું તનુ સોહે છે, પ્રભુ દેશના ધ્વનિ વરસંત, ભવિ પડિબોલે છે. ૪ ભક્ત વત્સલ પ્રભુતા ભણી, જન તારે છે, ડૂબતા ભવજળ માંહી, પાર ઉતારે છે. ૫ શ્રી સુમતિવિજય ગુર નામથી, દુખ નાશે છે, કહે રામવિજય જિન ધ્યાને, નવનિધિ પાસે છે. ૬ (રાગ- સુણેજ સાજન સંત). તું પારંગત તું પરમેશ્વર, વાલા, મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરુષોત્તમ, તેહિ અપેદિ અવેદી રે. મનના મોહનીયા, તાહરી કીકી કામણગારી રે. જગના સોહનીચા. ૧ યોગી અયોગી ભોગી અભોગી, વા. તુહિજ કામી અકામી; તુંહિ અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદ રામી રે. મનના. ૨ એક અસંખ્ય અનંત અનુચ્ચર, વા. અકલ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગંધ અફાસી, તુહિ અપાશી અનાશી રે. મનના. ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વા. તેહિ સદા બ્રહ્મચારી સમવસરણ લીલા અધિકારી, તંહિ જ સંચમધારી રે. મનના. ૪ અંચિરાનંદન અચરિજ એહી, વા. કહાણી માંહિ ન આવે; સમાવિજય જિન વચણ સુધારસ, પીવે તેહિ જ પાવે રે. મનના. ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy