SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુણો શાંતિનિણંદ ! સોભાગી, હુંતો થયો છું તુમ ગુણરાગી; તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો ૧. હુંતો ક્રોધ કષાચનો ભરીયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીયો, તું તો કેવળ-કમલા વરિયો. સુણો. ૨. હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડીઓ, તેં તો સબળા મોહને હણીયો; હુંતો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. સુણો૦ ૪. મારે જન્મમરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો૫. મને માયાએ મૂક્યો પાશી, તું તો નિબંધન અવિનાશી; હું તો સમક્તિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.સુણો૦ ૬. મારે તો છે પ્રભુ તૃહિ એક, ત્યારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો છે. મારું કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો૦ ૮. એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો. ૯ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુણો૦ ૧૦. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy