SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળપણે આપણ સસનેહી, રમતા નવનવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહિએ, તો તમને કોઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે. હો પ્રભુજી૨ સિદ્ધિનિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં શો પાડ તુમારો; તો ઉપગાર તુમારો વહિએ, અભવ્યસિદ્ધને તારો. હો પ્રભુજી ૩ નાણ રયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી. હો પ્રભુજી ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નહિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય. હો પ્રભુજી ૫ સેવાગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિરમમ ને નિરાગી. હો પ્રભુજી ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ હિતકારી; રૂપવિબુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી. હો પ્રભુજી) ૦ જીરે આજ સફળ દિન માતરો, દીઠો પ્રભુનો દેદાર; - લય લાગે જનજી તણી, પ્રગટ્યો પ્રેમ અપાર. ૧ ઘડીએ ન વિસરો હો સાહિબા, સાહિબા ઘણો રે સનેહ; અંતરજામી છો માહરા, મરૂદેવીના નંદ સુનંદાના કંત. ઘડીએ ૨ સાહિબા લઘુ થઇ મન માહરૂ, તિહાં રહ્યું તમારી સેવાને કાજ; તે દિન ક્યારે આવશે, હોશે સુખનો આવાસ. ઘડીએ. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy