SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊર્ધ્વ અધો તી લોક થઈ, કોડી પન્નરસેં જાણોજી, ઉપર કોડી બેંતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી; છત્રીશ સહસ એંશી તે ઉપરે, બિંબતણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણોજી. ૨ રાયપણેણી જીવાભિગમ, ભગવતી સૂત્રે ભાખીજી, જંબુદ્વીપ પન્નતિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી; વલિય અશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિનપ્રતિમા લોપે પાપી, જીહા બહુ સૂત્ર છે સાખીજી. ૩ એ જિનપૂજાથી આરાધક, ઇશાન ઇન્દ્ર કહાયાજી, તિમ સુરિયાભ પ્રમુખ બહુ સૂરવર, દેવી તણાં સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દીવસે, પદ્મવિજય નમે પાચાજી. ૪ વિશસ્થાનક તપની થોચ - ૨) વીશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી; ચચા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધીજી. ૧ અરિહંત સિદ્ધ પવરણ સૂરિ, સ્થવિર વાચક સાધુ નાણજી, દર્શન વિનચ ચરણ બંભ કિરિચા, તપ કરો ગોચમ ઠાણજી; જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામજી. ૨ દોય કાળ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નવકારવાળી વીશ ગણીએ, કાઉસગ્ગ ગુણ અનુસારજી; ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy