SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વતિથિની થોયો ( શ્રી બીજની થોય-૧) (રાગ : શત્રુંજયમંડન 8ષભ નિણંદ દયાલ) દિન સકલ મનોહર, બીજ દિવસ સુવિશેષ, રાયરાણા પ્રણમે, ચંદ્ર તણી જિંહા રેખ; તિહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેહ, હું બીજ તો દિન, પ્રણમું આણી નેહ. ૧ અભિનંદન ચંદન, શીતલ શીતલનાથ, અરનાથ સુમિતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઇત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. ૨ પ્રકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત, જિમ વિમલ કમલ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે પાતિકનો પરિહાર. ૩. ગજગામિનિ કામિની, કમલ સુકોમલ ચીર, ચક્કસરી કેસરી, સરસ સુગંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તલ પાય, એમ લધિવિજય કહે, પુરો મનોરથ માય. ૪. ( શ્રી ત્રીજની થોય-૧) ત્રણ નિસિહી ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ કરીને જી, ત્રણ દિશી વરજી જિન જુઓ, ભૂમિ ત્રણ પુંજીજે જી; ત્રણ પ્રકારની પૂજા કરીને, ત્રણ અવસ્થા ભાવીજે જી, આલંબન ત્રણ મુદ્રા પ્રણિઘાન, ચૈત્યવંદન ત્રણ કીજે જી. ૧ પહેલે ભાવજિન દ્રવ્યજિન બીજે, ત્રીજે એક ચેત્ય ધારો જી, ચોથે નામ જિન પાંચમે સર્વે, લોક ચૈત્ય જુહારો જી; વિહરમાન છદ્દે જિન વંદો, સાતમે નાણ નિહાળો જી, સિદ્ધ વીર ઉર્જત અષ્ટાપદ, શાસન સુર સંભારો જી. ૨ શકસ્તવમાં દો, અધિકાર, અરિહંત ચેઇઆણં ત્રીજે જી, નામસ્તવમાં દોય પ્રકાર, શ્રુતસ્તવ દોચ લીજે જી; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy